થરામાં રવિવારના સાંજે 7:30 વાગ્યાના સુમારે ઉકળાટ બાદ મોટા ફોરે ઝાપટું પડતાં સોસાયટીના જાહેર માર્ગો પર પાણી રેલાયા હતા. મેઘરજ તાલુકામાં અમીછાંટણાં થયા હતા. થરામાં રવિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દસ મિનિટ સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો.
[google_ad]
જેના પગલે જાહેર માર્ગો ઉપર પાણી રેલાયા હતા. કમોસમી વરસાદથી બે ઋતુ દરમિયાન ઠંડી હવાને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ છે. રવિવારે પડેલો આ વરસાદ માત્ર થરામાં જ હતો.
[google_ad]
કાંકરેજના અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ પડયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે વાવ તાલુકાના સરહદી ગામોમાં શનિવારની રાતે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેને લઈ વાવ તાલુકાના સરહદી ટડાવ, ફાંગડી, ચોથારનેસડા, રાછેણા, ચંદનગઢ જેવા ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા.
From – Banaskantha Update