પાલનપુરમાં તીનપત્તીનો જુગાર રમતા 12 ઇસમો કુલ 3,68,700/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા

Share

પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અબુરોડ હાઇવે જય ભવાની માર્બલ & ગ્રેનાઈટની ઓફિસમાં કેટલાક ઈસમો તીનપત્તીનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

 

[google_ad]

જે બાતમી હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમતા હોય જેઓને જે તે સ્થિતિમાં પકડી પાડેલ (1) દિનેશભાઇ પુનમાજી પઢીયાર રહે.મ.નં.158 સત્યમ સીટી નવા આરટીઓની સામે, પાલનપુર (2) ભાવેશભાઇ જયંતીલાલ જોષી રહે.બનાસ મસાલા ફેક્ટરીની બાજુમાં આકેસણ રોડ, પાલનપુર (3) રોહીતભાઇ ઉર્ફ રાજુ ગોવિંદભાઇ ઠક્કર રહે.સાકાર સોસાયટી સન ઓફ ઇંન્ડીયા હોટલની પાછળ અમદાવાદ હાઇવે પાલનપુર તા.પાલનપુર મુળ વતન ગામ.ભુતેડી તા.પાલનપુર

[google_ad]

(4) ભરતભાઇ જયંતીભાઇ પ્રજાપતિ રહે.જુના લક્ષ્મીપુરા ઉમીયાનગર પાલનપુર તા.પાલનપુર (5) મનોજભાઇ જશવંતભાઇ સીંધી રહે.કોટવાળી શેરી દિલ્હી ગેટ પાલનપુર તા.પાલનપુર (6) કલ્પેશભાઇ કનુભાઇ મોદી રહે.મ.નં.એફ/204 સ્કાય લેન્ડ રેસીડેન્સી રાજ રેસીડેન્સી પાસે હનુમાન ટેકરી પાલનપુર તા.પાલનપુર (7) આશીષભાઇ દેવચંદભાઇ પરમાર રહે.બિલેશ્વર સોસાયટી જગાણા તા.પાલનપુર (8) જીતેન્દ્રભાઇ સોનાજી આણેચા (ઠાકોર) રહે.વાઘરોલ તા.દાંતીવાડા

 

[google_ad]

(9) દિનેશભાઇ ચેલાભાઇ દેસાઇ રહે.દેવર્ષી હિલ સોસાયટી ડી-માર્ટની પાછળ પાલનપુર તા.પાલનપુર (10) વિનોદભાઇ પ્રતાપભાઇ રાઠોડ રહે.લાલ બંગલા મહીલા મંડળ મહેશ્વરી હોલની સામે પાલનપુર તા.પાલનપુર (11) સુનિલભાઇ બળદેવભાઇ સોની રહે.અક્ષતમ-01 આકેસણ રોડ પાલનપુર તા.પાલનપુર (12) દિનેશભાઇ પ્રતાપચંદ પંચાલ રહે.મ.નં.61 શ્યામ વિહાર ગ્રીન એગોલા રોડ પાલનપુર તા.પાલનપુર આ બધા ઇસમો ભેગા મળી પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર આવેલ વરમોરા ટાઇલ્સની બાજુમાં આવેલ આરોપી નં.1 ના કબજા ભોગવટાની જય ભવાની માર્બલ એન્ડ ગ્રેનાઇટ નામની ફેકટરીની ઓફીસમાં ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ગંજી પાના નંગ-52 તથા કુલ રોકડ રકમ રૂ.3,02,200/- તથા મોબાઇલ નંગ-10 કિ.રૂ.66,500/- મળી કુલ રૂ.3,68,700/-નો મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુદ્ધ જુગાર ધારા મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી.

 

 

From – Banaskantha Update


Share