થરાદમાં વિદેશી દારૂ ભરેલી જીપ સાથે એક શખ્સને ઝડપ્યો

Share

થરાદમાં જીલ્લાની એલ.સી.બી. પોલીસના કર્મચારીઓ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ધાનેરાના વિછીંવાડીથી એક સ્કોર્પિયો જીપ રમુણ તરફ આવતી હોવાની અને તેના આગળ એક અલ્ટો કાર પાયલોટીંગ કરતી હોવાની ખાનગી બાતમી મળી હતી.

[google_ad]

પોલીસે રમુણ ગામ નાકાબંધી કરતાં ચાલકે ભગાડતાં પીછો કરતાં ચાલક થરાદના ડુવા નજીક મામાજીના મંદિર નજીક રોડ પર બંન્ને વાહનો મૂકી બંન્નેના ચાલક વિપરીત દિશાઓમાં ભાગી છૂટ્યા હતા. જે પૈકી પોલીસે સ્કોર્પિયો ચાલક દશરથભાઇ ડાયાજી ઠાકોર (રહે. ડેડુડી, તા. થરાદ) ને ઓળખી લીધો હતો.

[google_ad]

advt

જ્યારે જીપ નં. GJ-12-AE-1381 માંથી વિદેશી દારૂની 1920 બોટલ કિમત રૂ.1,92,000, સ્કોર્પિયો કિમત.રૂ. 3,00,000, અલ્ટો કિમત રૂ.50,000 અને મોબાઈલ રૂ. 5000 મળી કુલ 5,47,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. સ્કોર્પીયોના અને પાયલોટિંગ કરી રહેલી કારના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share