સમાજ અને જીલ્લાનું નામ રોશન કર્યું : દેવપુરાની દીકરીએ યોગામાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળા અને જીલ્લાનું ગૌરવ વધાર્યું

Share

પાલનપુરના દેવપુરા ગામની અને કોન્વેન્ટ સ્કૂલમાં ધો-4 માં અભ્યાસ કરતી 9 વર્ષની યાના પટેલે ગુજરાત સ્પોર્ટસ યોગાસના એસોસિએશન દ્વારા તા.16 થી 18 ઓક્ટોબર સુધી વર્ષ 2021-22 ની રાજ્ય સ્તરીય ઓનલાઈન યોગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

[google_ad]

જ્યાં બનાસકાંઠામાંથી યાના પટેલે ત્રીજા નંબરે આવતાં બ્રાન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યાં તા. 22 ઓક્ટોબરે અમદાવાદ જી.વાય.એસ.એ.ના પ્રેસિડેન્ટ ઉદીત શેઠના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

[google_ad]

advt

યાના પટેલએ રાજ્ય સ્તરીય યોગાસન ચેમ્પિયનશિપમાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ આ બાળકી ભારત ખેલો ઇન્ડિયામાં પસંદગી થતાં સમાજ અને જીલ્લાનું નામ રોશન કર્યું હતું.

 

From – Banaskantha Update


Share