શિયાળુ વાવેતરની શરૂઆત : ઉત્તર ગુજરાતમાં 10.74 લાખ હેક્ટર શિયાળુ વાવણીનો અંદાજ

Share

ઉત્તર ગુજરાતનું વાતાવરણ અનુકૂળ બનતાં તા. 15મી ઓક્ટોબરથી શિયાળુ વાવણીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કૃષિ વિભાગ આગામી સપ્તાહથી વાવણીના આંકડા એકત્રિત કરવાનું શરૂ કરશે. પરંતુ તે પહેલાં આ શિયાળુ સિઝનમાં 10.74 લાખ હેક્ટર જમીનમાં વાવણી થવાનો અંદાજ છે.

[google_ad]

જે ગત વર્ષ કરતાં ઓછો છે. જેમાં પિયત કારણભૂત બની શકે છે. મહેસાણા જીલ્લામાં ગત વર્ષે શિયાળુ સિઝનમાં 1.88 લાખ હેક્ટર વાવેતર સામે આ સિઝનમાં 1.71 લાખ હેક્ટરનો અંદાજ છે. એટલે કે 17 હજાર હેક્ટર ઓછું વાવેતર થવાનો અંદાજ છે.

[google_ad]

advt

એજ રીતે પાટણ જીલ્લામાં ગત વર્ષના 1.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 1.77 લાખ એટલે કે 11 હજાર હેક્ટર ઓછું વાવેતર અંદાજાયું છે. બનાસકાંઠામાં ગત વર્ષના 4.97 લાખ હેક્ટરની સામે આ વર્ષે 4.82 લાખ હેક્ટર વાવેતરનો અંદાજ છે. જે 15 હજાર હેક્ટર ઓછું દર્શાવે છે.

[google_ad]

 

સાબરકાંઠામાં પણ ગત વર્ષના 1.41 લાખ હેક્ટરની સામે 1.27 લાખ હેક્ટર વાવેતરનો અંદાજ છે. જે 14 હજાર એક્ટર ઓછું છે. જ્યારે અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ 71 હજાર હેક્ટર ઓછું વાવેતર થવાનો અંદાજ છે. જેમાં ગત વર્ષે 1.31 લાખ હેક્ટર થયું હતું, જેની સામે આ વર્ષે 1.17 લાખ હેક્ટર વાવેતર અંદાજાયું છે.

[google_ad]

 

ઉત્તર ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા આગામી સપ્તાહથી વાવેતરની ગણતરી કરવાનું શરૂ કરશે, ત્યારે ચાલુ શિયાળુ સિઝનમાં પાંચેય જીલ્લાનું મળી કુલ 10.74 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ લગાવાયો છે. આ અંદાજ કૃષિ વિભાગે છેલ્લા 3 વર્ષમાં શિયાળુ સિઝનમાં થયેલી વાવણીના આધારે મેળવ્યો છે.

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શિયાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં 11.74 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ હતી. એટલે કે, ચાલુ સાલે 71 હજાર હેક્ટરમાં ઓછી વાવણી થવાની શક્યતા છે.

[google_ad]

 

કૃષિ એક્સપર્ટના મતે, ગત ચોમાસામાં અપૂરતા અને અનિયમિત વરસાદ સાથે જળાશયોમાં મર્યાદિત પાણીના જથ્થાના કારણે વાવેતર વિસ્તારમાં ઘટાડા સાથે વાવણીમાં મોટાપાયે પાક ફેરબદલી શક્યતા છે.

છેલ્લી 2 સિઝનમાં વાવણીનો અંદાજ

જીલ્લો ગત સિઝન ચાલુ સિઝન વધ-ઘટ
મહેસાણા 1.88 લાખ 1.71 લાખ -17 હજાર
પાટણ 1.88 લાખ 1.77 લાખ -11 હજાર
બનાસકાંઠા 4.97 લાખ 4.82 લાખ -15 હજાર
સાબરકાંઠા 1.41 લાખ 1.27 લાખ -14 હજાર
અરવલ્લી 1.31 લાખ 1.17 લાખ -14 હજાર
કુલ 11.45 લાખ 10.74 લાખ -71 હજાર
(નોંધ : વાવેતરના આંકડા હેક્ટરમાં છે)

 

 

From – Banaskantha Update


Share