ભીલડી પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં ભીલડી પોલીસે સોમવારે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. જેમાં પોલીસે કુલ રૂ. 32,66,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ભીલડી પોલીસે ટ્રક ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાન સરહદને અડીને આવેલો જીલ્લો છે. જેથી અનેકવાર મોટી માત્રામાં રાજસ્થાનથી બનાસકાંઠા જીલ્લામાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવે છે અને ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાતની પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતાં શખ્સો સામે તબાહી મચાવી રહી છે. ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં દિલ્હી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

 

[google_ad]

 

તે દરમિયાન દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે, ડીસાથી રાધનપુર ટ્રક નં. RJ-19-GB-5516 ની જેમાં પથ્થર કટીંગનો પાવડરના પ્લાસ્ટીકના કટ્ટા નીચે વિદેશી દારૂ છૂપાવેલું છે. જે દારૂની બોટલો અને બિયરના ટીન લઇ જઇ રહ્યા છે. તેવી બાતમી મળતાં ભીલડી પોલીસના સ્ટાફે બાતમીવાળું ટ્રક રોકાવતાં જેમાં તપાસ કરતાં દારૂની બોટલો અને બિયર ટીન કુલ નંગ-7383 કિંમત રૂ. 22,61,000, ટ્રક ગાડી કિંમત રૂ. 10,00,000 અને મોબાઇલ નંગ-1 કિંમત રૂ. 5,000 આમ કુલ કિંમત રૂ. 32,66,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

[google_ad]

advt

 

જ્યારે ગાડીના ચાલક કાલુસિંગ જાલમસિંગ રાજપૂત (રહે. રૂપાવાટોકી ઢાંણી, નેત્રા ભોપાલગઢ, જોધપુર-રાજસ્થાન) વાળાને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ ભરાવનાર વોન્ટેડ ટ્રક માલિક ચંદનસિંહ રાજપૂત (રાઠોડ) (રહે. જોધપુર, રાજસ્થાન) વાળા સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!