ડીસામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ દરગાહ પર ચાદર ચઢાવી વર્લ્ડ કપમાં ભારતની જીત માટે ઈબાદત કરી

Share

આજે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઇ રહી છે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના અને ઈબાદત શરૂ થઈ ગઈ છે. ડીસામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ભારતભરના મુસ્લિમો માટે આસ્થાના પ્રતિક સમાન માનવામાં આવતી ભાઇજાન બાવા સાહેબની દરગાહ પર ચાદર ચઢાવીને ભારતની જીત માટે ઈબાદત કરી છે.

 

[google_ad]

આ છે ડીસાના ગાવડી વિસ્તારમાં આવેલી ભાઇજાન બાવા સાહેબની દરગાહ… આ દરગાહ ભારતભરમાં વસતા મુસ્લિમ સમાજમાં મોટી આસ્થા ધરાવે છે અને ભારતભરથી મુસ્લિમ સમાજના આગેવાનો આ દરગાહ પર આવીને માથું ટેકીને મન્નત માંગતા હોય છે.

[google_ad]

ત્યારે આજે આ દરગાહ પર મુસ્લિમ સમાજના લોકો આજે યોજનારી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની જીત થાય અને પાકિસ્તાનની ભૂંડી હાર થાય તે માટે ચાદર ચઢાવીને મન્નત માંગતા નજરે પડ્યા હતા. ડીસામાં વસતા મુસ્લિમ સમાજના લોકોમાં દેશદાઝ કુટી કુટીને ભરાયેલી છે અને અહીના મુસ્લિમ સમાજના લોકો જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલા યોજાય છે ત્યારે ભારતની જીત માટે દુઆ કરતાં હોય છે અને અલ્લાહ પણ તેમની આ દુઆ પૂરી કરે છે.

[google_ad]

અગાઉ પણ ડીસામાં આવેલી દરગાહ પર મુસ્લિમ સમાજના આગેવાનોએ ભારતે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ત્યારે ઉજવણી કરી હતી. તો આજે યોજનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતની જીત થાય તે માટે ઈબાદત કરી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળી ભાઇજાન બાવા સાહેબની દરગાહ પર ચાદર ચઢાવી અને ત્યારબાદ પુષ્પો અર્પણ કરીને ભારતીય ટીમની જીત માટે ખાસ ઈબાદત કરી હતી.

 

[google_ad]

ડીસાના ગવાડી વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના યુવાનો ક્રિકેટના પ્રેમી છે અને ભારતની તમામ મેચો દરમ્યાન આ યુવાનો ભારતને ચીયર કરતાં હોય છે. પરંતુ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યોજનારી મેચની વાત આવે ત્યારે આ યુવાનો જનુંની બની જાય છે અને ભારત સાથે ખુલ્લા દિલથી આગળ આવીને ભારતને સપોર્ટ કરતાં હોય છે.

[google_ad]

ત્યારે આજે યોજનારી મેચને લઈ પણ આ યુવાનો જણાવી રહ્યા છે કે આજ સુધીના ઇતિહાસમાં આઈ.સી.સી.ના વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન હારતું જ આવ્યું છે અને આ વખતે પણ ભારત પાકિસ્તાનને ભૂંડી હાર આપશે.

[google_ad]

વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની આ જ તો ખૂબ સુરતી છે. કે અહી વસતા દરેક ધર્મના લોકોના દિલ ભારતને વંદન કરે છે અને ભારતમાં રહેલી આ જ કોમી એકતા ભારતને મજબૂત બનાવે છે. દેશમાં આ એકતા જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી ભારત પર કોઈ પાકિસ્તાન હાવી થઈ શકશે નહીં.

 

From – Banaskantha Update


Share