ડીસા કોલેજમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો

Share

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત 5 પ્રકલ્પ યોજના અનુસંધાને ડીસા કોલેજમાં 23/10/2021ના રોજ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પના કન્વીનર પ્રો .ડો. ભાનુભાઇ પટેલ અને કોલેજની સામુદાયિક સેવા ધારાના કન્વીનર પ્રોફેસર આશાબેન ચૌધરી દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડીસાની અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા ડોક્ટર જીતુભાઈ પટેલ (વૈધ )ઉપસ્થિત રહી PPT દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

[google_ad]

તેઓએ વેદકાળથી શરૂ કરી વર્તમાન સમયમાં ગાયની ઉપયોગિતા મહાત્મ્યનો વિસ્તૃત વિચાર રજુ કર્યા હતા આ પ્રસંગે કોલેજના કાર્યકારી આચાર્ય પ્રો.રાજુભાઇ રબારી,પ્રો. વંદનાબેન સિસોદિયા,પ્રો.ડો. ભાનુભાઈ પટેલ,પ્રો. આશાબેન ચૌધરી,ડો.સંકેતભાઈ પારેખ,ડો.તૃપ્તિબેન પટેલ,પ્રો.દિવ્યાબેન પીલ્લઈ, ડો.મિતલબેન વેકરિયા,પ્રો.જીતેન્દ્રભાઈ પટેલ,વગેરે અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વાર્તાલાપ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 

From – Banaskantha Update


Share