નેનાવા ચેકપોસ્ટથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયો

Share

ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ધાનેરા પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ભરીને પ્રવેશ કરતી એક ટ્રક ઝડપી પાડી હતી. અને તેમાંથી 6816 બોટલ દારૂ મળી આવ્યો હતો. આરોપીને જેલના હવાલે કર્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા પી.એસ.આઇ. બી.સી. છત્રાલિયા તથા તેમની ટીમ નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવતાં એક ટાટા આયસર ગાડી નં. RJ-43-GA-5037 ને રોકાવી તપાસ કરતાં કાળંગડાના બીજડાના ભૂક્કો ભરેલા પ્લાસ્ટિકના કટ્ટા હતા. પરંતુ વધુ તપાસ કરતાં તેની વચ્ચેથી દારૂની 293 પેટીઓ એટલે કે 6816 બોટલ મળી આવી હતી.

[google_ad]

advt

 

 

પોલીસ રૂ.13,64,820 નો દારૂનો જથ્થો, મોબાઇલ,ગાડી મળી કુલ રૂ. 23,69,820નો મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક બળવંતરામ પુરખારામ છોગારામ વિશ્નોઇ (રહે.ગોદારાકી ઢાણી ખારા, તા.ફલોદી, જી.જોધપુર-રાજસ્થા)ને જેલના હવાલે કર્યો હતો.

 

From – Banaskantha Update


Share