લાખણીમાં પરણીતા પાસેથી 2 વર્ષની પુત્રી છીનવી ઘરમાંથી હાંકી કાઢનારનું 10 દિવસ બાદ દીકરી સાથે મિલન

Share

તુ ઘરકામ કરતી નથી તેમ કહી પતિ સહિત સાસરી પક્ષના સભ્યોએ 2 વર્ષની દીકરીને છીનવી લઇ પરિણીતાને ઘરમાંથી હાંકી કાઢી હતી. પુત્રીનો વિરહ સહન ન થતાં માતાએ 181 અભયમની મદદ માંગી હતી. જ્યાં પહોંચેલી ટીમે પતિ, સરપંચ અને અગ્રણીઓને સાથે રાખી કાઉન્સેલિંગ કરી 10 દિવસ પછી માતા-પુત્રીનું સુખદ મિલન કરાવ્યું હતુ.

 

[google_ad]

બનાસકાંઠા 181 અભિયમની ટીમે 2 વર્ષની પુત્રીનું તેની માતા સાથે સુખદ મિલન કરાવ્યું હતુ. આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, લાખણી પંથકમાં રહેતા જમનાબેન (નામ બદલેલ છે)ના લગ્ન પાંચ વર્ષ અગાઉ થયા હતા.

[google_ad]

જેમને લગ્ન જીવન દરમિયાન 2 વર્ષની દીકરી છે. જોકે, પતિ અને સાસરીના સભ્યો તુ કામ કરતી નથી તેમ કહી શારિરીક- માનસિક ત્રાસ ગુજારતા હતા. અને બે વર્ષની બાળકીને છીનવી લઇ ઘરમાંથી હાંકી કાઢી હતી.

 

[google_ad]

આ અંગે જમનાબેને (નામ બદલેલ છે) 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મહિલા પોલીસ શિલ્પાબેન સાથે તેણીને લઇ સાસરીમાં ગયા હતા. જ્યાં તેના પતિ, ગામના સરપંચ તેમજ અગ્રણીઓની હાજરીમાં કાઉન્સિંગ કરતાં જમનાબેનના (નામ બદલેલ છે) પતિ તેને રાખવા માટે તૈયાર થયા હતા. 10 દિવસ પછી પુત્રીને મળતાં જમનાબેન (નામ બદલેલ છે)ની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

 

[google_ad]

જમનાબેનના (નામ બદલેલ છે) અગાઉ લગ્ન થયા હતા. જોકે, કોઇ કારણોસર પહેલા પતિથી તેમણે છુટાછેડા લીધા હતા અને પુન:લગ્ન કર્યા હતા. જોકે, બીજો પતિ તેણીની ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. પરંતુ 181 અભયમની મદદથી બંને વચ્ચે મનમેળ થયો હતો.

 

From – Banaskantha Update


Share