બનાસકાંઠા જીલ્લામાં 15 દિવસથી ખેડૂતોને પૂરતી વીજળી ન મળતાં વીજ કાપના વિરોધમાં વિભાગીય કચેરીએ ખેડૂતો ધરણા કરી વિરોધ નોંધાવ્યો

Share

કોલસાની અછતને કારણે વીજ મથકોમાં વીજ ઉત્પાદન ઘટ્યું છે. અને તેની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. સરકારે વીજ લોડ સેટ કરવા માટે ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર કાપ મુક્યો છે. બનાસકાંઠા જીલ્લામાં 15 દિવસથી ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળતી નથી. જેથી વીજ કાપના વિરોધમાં ભારતીય કિસાન સંઘના દિયોદરના વખા જેટકો વિભાગીય કચેરીએ ખેડૂતો ધરણાં પર બેસી, કચેરી આગળ રામ ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, રણની કાંધી અડીને આવેલાં બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. અપૂરતી વીજળી પણ કયા સમયે આપવામાં આવે તે સમય પણ નક્કી નથી હોતો નથી. હવે રવિ સિઝન શરૂ થવાની તૈયારી છે. ત્યારે રવી સિઝનમાં પૂરતી વીજળી ન મળતાં ખેડૂતોને વાવેતરમાં મોટી તકલીફ પડી રહી છે. રવી સિઝન બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

[google_ad]

 

આ મામલે ભારતીય કિસાન સંઘ વતી ખેડૂતોએ અગાઉ પણ જીલ્લા કલેકટરથી ઉર્જા મંત્રી સુધી આવેદનપત્ર આપી પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકારે હજુ સુધી ખેડૂતોની વાત ધ્યાને ન લેતા રોષે ભરાયેલા દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ આજે વખા ખાતે આવેલ જેટકો વિભાગીય કચેરી આગળ હલ્લાબોલ કર્યો હતો.

[google_ad]

200થી 250 જેટલાં ખેડૂતોએ આજે ધરણા પર બેસી જઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રામધૂન બોલાવી વીજળી આપવા માંગ કરી હતી. તેમ છતાં પણ જો સરકાર બે ચાર દિવસમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ પૂરતી વીજળી નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

From – Banaskantha Update

 


Share