ડીસામાં નગરપાલિકા દ્વારા ફૂટપાથ ભાડા પટ્ટે અપાતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો

Share

ડીસા શહેરમાં જલારામ મંદિરથી બગીચા તરફ જતાં મુખ્ય માર્ગ પર આવેલ બટાકા સંશોધન કેન્દ્રની બહાર નગરપાલિકા દ્વારા તબેલિયન વેપારીઓને શિયાળાની ઋતુમાં સ્વેટર, ટોપી સહીતની ચીજવસ્તુઓના વેચાણ માટે ફૂટપાથ ભાડા પટ્ટે આપવામાં આવ્યો છે. ત્યારે 24 કલાક ધમધમતાં ફૂટપાથ નગરપાલિકા દ્વારા ભાડા પટ્ટે અપાતાં શહેરીજનોની મુશ્કેલીમાં વઘારો થશે.

[google_ad]

જ્યારે મુખ્ય માર્ગ પર કોઈપણ જાતની વાહનોના પાર્કીંગ માટેની જગ્યા કર્યા વગર દુકાનો ખોલવામાં આવી રહી છે.

[google_ad]

 

નગરપાલિકા દ્વારા રૂ. 1 લાખ જેટલું ભાડું નક્કી કરી ભાડા પટ્ટે આપવામાં આવ્યું છે. ત્યારે જે ફૂટપાથ નગરપાલિકા દ્વારા રાહદારીઓ માટે બનાવવામાં આવ્યો છે.

[google_ad]

તે ફૂટપાથ ભાડા પટ્ટે અપાતાં લોકોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગના ફૂટપાથ પર 11 જેટલી દુકાનો ખોલવામાં આવી રહી છે. ત્યારે ગ્રાહકોની ભીડ અને પાર્કીગ વગર કોઈ અકસ્માત સર્જાય છે તો તે જવાબદારી કોની લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share