બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુરના ચિત્રાસણી નજીકથી કારમાં વિદેશી દારુ સાથે બે શખ્સોને ઝડપ્યા

Share

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શનિવારે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી દારૂની ભરેલી હોન્ડા સીટી ગાડી ઝડપી પાડી છે. જેમાં કુલ રૂ. 1.79 થી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની અટકાયત કરી છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ શનિવારે પાલનપુર તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અમીરગઢ તરફથી એક હોન્ડા સીટી ગાડી નં. GJ-02-CG-7457 માં વિદેશી દારૂ ભરી ચિત્રાસણી તરફ આવનાર છે. જે બાતમીના આધારે નાકાબંધી કરી એલ.સી.બી. પોલીસની નાકાબંધી જોઇ ગાડી ભગાડતાં એલ.સી.બી.એ પીછો કરી ઝડપી પાડી હતી.

 

 

એલ.સી.બી.એ ગાડીમાંથી 600 જેટલી દારૂની બોટલ જેની કિંમત રૂ. 1,79,180 નો કુલ મુદ્દામાલ સાથે ગાડીના ચાલક નટુભાઇ એલ. સોલંકી (ઓડ) (રહે.ભાવનગર) અને નરેશભાઇ વસાવા (રહે.ઝોખલા, તા.વાલીયા, જી.ભરૂચ) વાળાને ઝડપી પાડયા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share