ડીસા ઉત્તર પોલીસની ટીમે ચોરીના મોટર સાઇકલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા

Share

ડીસા ઉત્તર પોલીસની ટીમે ગાયત્રી મંદિર નજીકથી બે શખ્સોને મોટર સાઇકલ ચોરી કરનારને મોટર સાઇકલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરી ગેંગ સક્રિય થઇ છે. તેમજ અવાર-નવાર તસ્કરો વાહનોની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં હોય છે. તેની બૂમરાણ ઉઠવા પામી છે. જેથી બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આખોલ ચાર રસ્તા તરફથી બે શખ્સોએ એક ચોરીનો મોટરસાયકલ લઈ ડીસા જલારામ તરફ આવી રહ્યા છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ ગાયત્રી મંદિર વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

[google_ad]

advt

જે દરમિયાન ગાયત્રી મંદિર જે મોટરસાયકલની બાતમી મળી હતી. તે મોટરસાયકલ બે શખ્સો લઈ આવતાં તેને રોકાવી નામ પૂછતાં વિજયભાઈ કરશનભાઇ ચૌધરી (રહે.પમરૂ, તા.ડીસા) થતાં મોટરસાઇકલ પર પાછળ બેઠેલ બીજા શખ્સ નું નામ પૂછતાં અશોકભાઈ શામળભાઈ માળી (રહે.ડીસા, મોઢેશ્વરી સોસાયટી, તા.ડીસા) વાળા હોવાનું જણાવેલ અને મોટરસાઇકલના કાગળો માંગતા તેમની પાસે હાજર મળે નહીં અને મોટર સાઇકલ ચોરી કરેલ હોવાનું જણાતાં જેથી ડીસા ઉત્તર પોલીસની ટીમે (1)વિજયભાઈ કરશનભાઇ ચૌધરી (રહે. પમરૂ, તા.ડીસા) (2)અશોકભાઈ શામળભાઈ માળી (રહે.ડીસા, મોઢેશ્વરી સોસાયટી) ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share