જામનગરમાં ફટાકડા વેચવાના લાયસન્સ માટે સિનિયર નાયબ મામલતદાર રૂ. 10,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

Share

ગુજરાતમાં સામાન્ય કામ માટે મોટા અધિકારીઓથી માંડી નાના કર્મચારીઓ સુધી લાંચ માટે મોઢૂ ખોલતાં સહેજ પણ ખચકાટ અનુભવતા નથી, ખુલ્લેઆમ લાંચ લેવાય પણ છે અને લાંચ દેવાય પણ છે. ત્યારે જામનગરમાં એ.સી.બી.એ છટકું ગોઠવી એક સફળ ટ્રેપ રચી નાયબ મામલતદારને રૂ. 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો છે. નાયબ મામલતદાર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો

[google_ad]

જામનગર શહેરના નાયબ મામલતદાર ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય રૂ. 10 હજારની લાંચ લેતો એ.સી.બી.ના સકંજામાં આવ્યો છે. ચેતન ઉપાધ્યા શહેરમાં વેપારીઓને ફટાકડા વેચવાના લાયસન્સ માટે લાંચ પેટે રૂપિયા માંગતો હોવાની એ.સી.બી.ને જાણ થઇ હતી. જ્યારે જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીકોય અધિકારી એ. ડી. પરમાર અને રાજકોટ એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજાએ શનિવારે છટકું ગોઠવી જામનગરના ગોકુલ ટ્રેડર્સ કરિયાણાની દુકાન નજીક ખુલ્લા પ્લોટમાં રડાર રોડના ગોકુલનગરથી ખાનગી બાતમીના આધારે મામલતદારની કચેરીના વર્ગ-૩ ના સિનિયર નાયબ મામલતદાર ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાયને રૂ. 10,000 ની રંગેહાથ લાંચ લેતાં ઝડપી પાડયા હતા.

[google_ad]

 

આ અંગે જામનગર પોલીસે નાયબ મામલતદારની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.આ અગાઉ પણ આ લાંચિયો મામલતદાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.

[google_ad]

advt

થોડા દિવસ અગાઉ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને એ.સી.બી. એ રૂ. 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂ. 3 લાખની લાંચ માગતા ગાંધીનગર એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયો હતો.

[google_ad]

 

આ ઉપરાંત જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂ. 500ની લાંચ લેતાં ઝડપાયો હતો. જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની એ.સી.બી.ને મળેલી ફરિયાદના આધારે એ.સી.બી.ના સ્ટાફે છટકું ગોઠવી મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500ની લાંચ લેતાં પટ્ટાવાળા ડાયા કરશન હુણ નામના વર્ગ-4ના કર્મચારીને રંગેહાથ ઝડપી લીધો હતો.

From – Banaskantha Update


Share