ડીસામાં મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની મિલકતનો વિવાદ વકર્યો: દુકાનો તોડી પાડતા 17 સામે ફરીયાદ

Share

ડીસાના જુના પાવર હાઉસ લાટી બજાર વિસ્તારમાં આવેલી મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડુઆત તરીકે બેસતા 6 જેટલા દુકાનદારોની દુકાનો ટ્રસ્ટ દ્વારા તોડી નંખાતા ભાડુઆતોએ પોલીસને રજૂઆત કરી હતી. જોકે, પોલીસે તેમની ફરિયાદ ન લેતા તેમજ અરજીનો ખોટો રિપોર્ટ કરતા ભાડુઆતોએ તમામ ટ્રસ્ટી મંડળ વિરૂધ્ધ ડીસા કોર્ટ મારફતે ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

ડીસાના જુના પાવર હાઉસ લાટી બજાર વિસ્તારમાં ડીસા શહેરના મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની દુકાનો આવેલી છે. જેમાં મહેશકુમાર રસિકલાલ મોદી સહિત 6 જેટલા ભાડુઆતો 1985થી દુકાનો ધરાવે છે. સમાજ ટ્રસ્ટ દ્વારા મિલકત રીનોવેશનના નામે તેઓની દુકાનો તોડી પાડવાનું કાવતરૂ કર્યું હતુ.

[google_ad]

જેથી ભાડુઆતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી. જોકે, પોલીસે તેઓની કોઈ રજૂઆત સાંભળીને હતી. જેથી ભાડુઆતોએ જીલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી તેઓને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી હતી પરંતુ પોલીસ વડા દ્વારા કોઈ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન અપાયું ન હતું.

 

[google_ad]

ત્યારબાદ સમાજના ટ્રસ્ટીઓ, હોદ્દેદારોએ મીટીંગ બોલાવી તા. 13 માર્ચ 2021ના રોજ જેસીબી મશીન, મજૂરો અને ટ્રેક્ટર બોલાવી આ દુકાનો તોડવાની શરૂઆત કરી હતી જે સમયે ભાડુઆતોએ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જોકે, પોલીસની ગાડી આવી પરંતુ તોડફોડ રોકવાનું અમારૂ કામ નહીં તેમ કહી પોલીસ જતી રહી હતી.

[google_ad]

જેથી ટ્રસ્ટીઓએ મોકલેલા માણસો દ્વારા દુકાનો તોડી દુકાનોના શટર, શેડ, જાળીઓ તેમજ અન્ય માલ સામાન મળી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ટ્રેક્ટર ભરીને લઇ ગયા હતા. જેથી આ અંગે ભાડુઆતોએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા પોલીસે કોઈ ફરિયાદ તેઓની લીધી ન હતી. આથી દુકાનના ભાડુઆત મહેશકુમાર રસિકલાલ મોદીએ તારીખ 29 ઓગસ્ટના રોજ ડીસા કોર્ટમાં અરજી દાખલ કરતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ કરાયો હતો.

 

[google_ad]

ડીસાના મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટની આ મિલકત રીનોવેશન થઇ શકે તેવી હોવા છતાં ડીસા નગરપાલિકાએ આ દુકાનોને જર્જરિત ગણાવી રીપેરીંગ થઈ શકે નહી તેવું દર્શાવી તોડવાની મંજૂરી આપી દીધી હતી. જેથી દુકાનો તોડવાના આ કાવતરામાં ડીસા નગરપાલિકાના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ ફરિયાદીએ ફરિયાદમાં કર્યો છે.

 

[google_ad]

ભાડુઆતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ પોલીસને અરજી કરેલી હતી. જોકે, આ અરજીની તપાસ કરી રહેલા તત્કાલીન પીએસઆઈ આર.એમ.ચાવડાએ કોઈપણ ભાડુઆતોને બોલાવ્યા વગર તેઓની રજૂઆત સાંભળ્યા વગર, સ્થળ તપાસ કર્યા વિના અરજીનો નિકાલ કરી રિપોર્ટ કરી દેતા ભાડુઆતોએ પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ ખોટો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

 

[google_ad]

આ 17 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ

– ઈશ્વરલાલ એસ. કાનુડાવાળા
– કનુભાઈ પી.ભરતીયા
– રાજુભાઈ કનુભાઈ ભરતીયા
– દેવચંદભાઈ સી. હેરુવાલા
– અજયભાઈ એમ. ચોખાવાલા
– શૈલેષભાઈ એલ. મહેસુરિયા
– વિપુલ એલ. મહેસુરીયા
– નરેશ કે. ભરતીયા
– રામકિશન એમ. પંચીવાલા
– વિનોદભાઈ પી.પંચીવાલા
– વિનોદ કે.મોદી
– બકુલભાઈ જે. ભરતીયા
– જયેશ એસ. કાનુડાવાળા
– જયેશ એલ.મુજપુરા
– વસંત કે મહેસુરીયા
– નટવર કે. હેરૂવાલા
– યોગેશ ઈશ્વરલાલ કાનુડાવાળા (તમામ રહે, ડીસા)

 

From – Banaskantha Update


Share