શાકભાજીના ભાવમાં ભડકો : વેપારી અને ગૃહીણીઓનું બજેટ ખોરવાશે

- Advertisement -
Share

શાકભાજીની આવક ઘટતાં ભાવમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે. મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ હોવાથી આવી નથી. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતો ખેતરમાંથી શાકભાજી લઇ શક્યા નથી. જેની સ્થાનિક માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓએ માલની હેરાફેરી બંધ કરી છે. જ્યારે એ.પી.એમ.સી. શાક માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી થતાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

[google_ad]

 

ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે. પરંતુ શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કઠોળના ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં પણ રૂ. 40 માં મળતા શાકભાજી અત્યારે રૂ. 80 થી 100 સુધી પહોંચી ગયા છે.

[google_ad]

 

દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતાં પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ 40 ટકાનો ઘટાડો થયો છે.

[google_ad]

advt

આ અંગે દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ પણ વધ્યા છે. જેની પાછળના કારણોમાં નાસિકથી આવતો ઓછો માલ છે. આ અંગે શિલ્પાબેને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેઓ ઘરના આંગણે ઉભી રહેતી લારી પરથી શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે. પરંતુ આજે ભાવ વધારે લાગતા તેઓ શાક માર્કેટમાં આવ્યા છે. પણ અહીં ભાવ વધારો છે. જેથી અસર મોટી જોવા મળી છે.

15 દિવસમાં લીલા શાકના ભાવમાં થયેલો વધારો
શાકભાજી શાકભાજીના15 સપ્ટેમ્બરના ભાવ 2 ઓકટોબરના ભાવ આજનો ભાવ
રિંગણ 30 60 80
ભુટ્ટા 30 60 90
  રવૈયા 40 80 100
કોબીજ 20 50 70
કુલાવર 70 100 120
કાકડી 40 80 100
વાલોળ 70 100 120
ટામેટા 40 70 100
ભીંડા 30 60 100
કારેલા 20 40 80
ગવાર 45 90 100
ચોળી 100 150 200

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!