બનાસકાંઠાના નિવૃત કર્મચારીઓની પેન્શન માટે લડત, મહિને રૂ.300થી 2500 પેન્શન આપી સરકાર મજાક કરી રહી છે: નિવૃત કર્મીઓ

Share

મહિને રૂ.300થી 2500નું પેન્શન આપી સરકાર અમારી સાથે કૃર મજાક કરી રહી છે. અમો બધાં 60થી 80 વર્ષની ઉંમર વટાવી ચૂકયા છીએ. ત્યારે અમારી માંગણીઓ નહીં સ્વિકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશુ તેમ પાલનપુર ખાતે યોજાયેલી બેઠકમાં બનાસકાંઠાના બોર્ડ નિગમ, સહકારી બેંક, સંસ્થા, ફેકટરી, મિલો સહિતની સંસ્થાઓના નિવૃત કર્મીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

 

[google_ad]

પાલનપુર ખાતે બુધવારે બનાસકાંઠાના બોર્ડ નિગમ, સહકારી બેંક, સંસ્થા, ફેકટરી, મિલો, સહીતની સંસ્થાઓના નિવૃત કર્મચારીઓની શુભેચ્છા બેઠક યોજાઇ હતી.

 

[google_ad]

આ અંગે તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, 95 યોજના અંતર્ગત અમો નિવૃત થયા ત્યારે દર માસના પગારમાંથી ઇ.પી.એસ. ફંડમાં ઓછામાં ઓછા 8 લાખ જમા થયા છે. જેની સામે અમને પેન્શન માત્ર 300થી 2500નું અપાઈ રહ્યુ છે. જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી અમો એક જુથ થઇ પેન્શન માટે લડત આપીશુ.

 

From – Banaskantha Update


Share