વાવના રાછેણા નજીક કેનાલમાં ગાબડું, લાખો લીટર પાણીનો વેડફાટ : તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં

Share

વાવ તાલુકાના રાછેણા નજીક માઇનોર કેનાલમાં પાણી છોડાતાં જ ગાબડા પડવાનો સીલસીલો જારી થઇ ગયો છે. ત્યારે માઇનોર કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલીક માઇનોર કેનાલનું સમારકામ કરવા આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા કેનાલ રીપેર ન થાય તો ખેડૂતોને તાત્કાલીક પાણી નહી મળે તો ચોમાસુ સિઝનમાં નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

[google_ad]

સરહદી પંથકમાં થરાદ-વાવ કેનાલોમાં અવાર-નવાર નાના-મોટા ગાબડા પડવાના સીલસીલો જારી છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા નજીક માઇનોર કેનાલમાં પાણી છોડતાં જ ગાબડું પડવાનો સીલસીલો જારી થઇ ગયો છે.

[google_ad]

ત્યારે માઇનોર કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણીનો બગાડ થઇ રહ્યું છે. ત્યારે તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. તંત્ર દ્વારા તાત્કાલીક માઇનોર કેનાલનું સમારકામ કરવા આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે. જ્યારે ખેડૂતોને ખેતર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચતું ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જો તંત્ર દ્વારા કેનાલ રીપેર ન થાય તો ખેડૂતોને તાત્કાલીક પાણી નહી મળે તો ચોમાસુ સિઝનમાં નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

 

 

From – Banaskantha Update


Share