ડીસા: ખેતરમાં વળતર ચૂકવ્યા વિના એચ પી સેલ કંપની દ્વારા પાઈપલાઈનનું કામ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

Share

બાડમેરથી ચંડીસર એચ.પી. ગેસની પાઈપલાઈનનું કામ કંપની દ્વારા ચાલું કરવામાં આવ્યું છે. જે સરકારના નિયમ અનુસાર ખેડૂતોના ખેતરમાં નીકળતી પાઈપલાઈન હોય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવ્યા બાદ એજન્સી દ્વારા ખેડૂતના ખેતરમાં પાઈપલાઈનની કામગીરી કરી શકાય છે.

[google_ad]

 

પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ડીસા તાલુકાના ખેતરોમાં નીકળતી પાઈપલાઈનમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં કંપની દ્વારા ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેના લીધે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

[google_ad]

ત્યારે રાણપુર વચલાવાસ ગામે ખેડૂતોના ખેતરમાં નીકળતી પાઈપલાઈનમાં ખેડૂતોને ચોમાસું પાકનું વળતર ચુકવ્યા વગર અને શિયાળું પાકનો સર્વે કર્યા વગર એચ.પી. સેલ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા પાઈપલાઈનનું કામ ચાલું કરાતાં ખેડુતો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. અને વળતર ચૂકવવા બાદ પાઈપલાઈનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

[google_ad]

 

ડીસા તાલુકાના રાણપુર વચલાવાસના ખેડૂતના ખેતરમાંથી પસાર થતી પાઈપલાઈનમાં વળતર ચૂકવ્યા વગર કામગીરી કરવામાં આવી રહી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

[google_ad]

 

જ્યારે આ અંગે પાઈપલાઈનના કોન્ટ્રાકટર દ્વારા જબરજસ્તી ખેતરમાં ધૂસીને ખેડૂતો દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી હોવાના ઉપસ્થિત ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તે બાબતે કોન્ટ્રાક્ટરને પૂછતાં તેમને જણાવેલ છે. અમે નીતિ નિયમ મુજબ જ કરી રહ્યા છીએ.

From –Banaskantha Update


Share