ગઠિયાએ મહિલાને 10-10ની નોટો ફેંકીને લલચાવી બાદમાં પર્સ-ફોન ઊઠાવી થયો ફરાર

Share

તમારા પૈસા નીચે પડી ગયા છે, તેમ કહીને મહિલાને કારની બહાર બોલાવીને અજાણ્યો શખ્સ સીટ પર મૂકેલા મોબાઈલ ફોન, પૈસા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ચોરી ગયો હતો. જે અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, પ્રહલાદનગર ગાર્ડન કોર્પોરેટ રોડ સૂયોગ બંગ્લોઝમાં રહેતાં તન્વી કૌશલેન્દ્રસિંહ સિસોદિયા (ઉં.વ.28) પ્રહલાદનગરમાં ઈ-ક્લિનિકલ વર્કસમાં નોકરી કરે છે. ગત તા. 20 ઓકટોબરની સાંજે તન્વીબેન પોતાની કાર લઇને મેડીકલ સ્ટોરમાંથી દવા લઈને પાછા કારમાં બેસવા જતાં હતા. ત્યારે એક અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો અને કહ્યું કે, મેડમ તમારા પૈસા નીચે પડી ગયા છે.

[google_ad]

 

advt

 

તેની વાત સાંભળીને તન્વીબેન કારની બહાર નીકળીને જોયું તો તેમની કાર પાસે 10-10ની ત્રણ નોટો પડી હતી. જેથી તન્વીબેન તે નોટો લઈને કારમાં બેસી ગયા. ત્યારબાદ તેમણે જોયું તો બાજુની સીટ પર મૂકેલું તેમનું પર્સ ગાયબ હતું. જેમાં મોબાઈલ ફોન, પૈસા, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહીત મહત્વના અનેક ડોક્યુમેન્ટ હતા. આ અંગે તન્વીબેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update

 


Share