ડીસાના ભોંયણ પાસે ફરી વાર સર્જાયો ટ્રિપલ અકસ્માત : ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા

Share

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોની વણઝાર વરસી રહી છે. ડીસાના ભોંયણ પાસે ફરી ટ્રિપલ અકસ્માતની ઘટના બની. જેમાં ટ્રેલરનું ટાયર ફાટતા ટ્રેલરએ બાઈકને અડફેટે લીધુ હતું જે બાદ ભોંયણ પાસે ઉભેલ ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના રોજબરોજ વધતી જઈ રહી છે. ત્યારે 12 દિવસ પહેલા ડીસાના ભોંયણ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે રોડ પર મુકવામાં આવેલા ખાંચામાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

ત્યારે ફરી ડીસાના ભોંયણ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ભોંયણ પાટિયા સામે હાઇવે રોડ પર ખાંચો મુકવામાં આવ્યો છે તે ખાંચા પર વાહનો એક હાઇવે કોર્સ કરી બીજા હાઇવે પર આવતા હોય છે. ભોંયણ પાટિયા પાસે હાઇવે ઓથોરિટી દ્વારા મુકવામાં આવેલ ખાંચામાં કોઈ પણ પ્રકારની સિગ્નલ ન મુકવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.

[google_ad]

ત્યારે આજે ફરી ભોંયણ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત બનવા પામ્યો છે. ડીસાથી પાલનપુર તરફ પુરઝડપે જઈ રહેલા ટ્રેલરનું ટાયર ફાટતા ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો જેમાં બાઈક ચાલક રોડ પર પટકાયો હતો તેમજ બાઈકના ભૂકો નીકળી ગયો હતો.

[google_ad]

તે બાદ રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રેકટરને જોરદાર ટક્કર મારતા ટ્રેકટર પલટાયુ હતું. જેમાં ટ્રેકટરમાં ભારે નુકશાન થવા પામ્યું હતું. જે બાદ ટ્રેલર પણ પલટાયુ હતું. ભોંયણ પાસે સર્જાયેલ ટ્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકને તેમજ ટ્રેલર ચાલક અને ક્લીનરને ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share