ડીસાના રસાણા-મોટા ગામમાં મહીલા પર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ

Share

ડીસા તાલુકાના રસાણા મોટા ગામે મહીલા સાથે એક શખ્સે દુષ્કર્મ આચરતાં ભોગ બનનાર મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં મહીલા પર અત્યાચારના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામે એક મહિલા ખેતરમાં ઢોરો માટે ચાર લેવા માટે ગયેલ હ.તી અને જે બાદ મહીલાનો ભાઈ બાઈક લઈને ખેતરે આવેલ અને મહીલાએ ચારનો ભારો તેના ભાઈના બાઈક પર પાછળ બાંધેલ બાઈક પર બેસવાની જગ્યા ન હોવાથી મહીલાનો ભાઈ બાઈક લઈને નીકળી ગયેલ જે બાદ મહીલા ખેતરથી ચાલતી પોતાના ઘર તરફ જઈ રહી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

તે વખતે સુરેશજી પરબતજી ઠાકોર તેનું મોટરસાયકલ લઇ આવેલો અને મહીલા પાસે આવી બાઇકને ઉભુ રાખી મહીલાને બાઈક પર બેસાડી રસાણા નહેરની કેનાલના ફોશિયા પાસે બાઈક ઉપર રાખેલું જે બાદ સુરેશજી પરબતજી ઠાકોરે મહીલાનો હાથ પકડી બળજબરીપૂર્વક એક ખેતર માં લઇ ગયેલ જે બાદ મહિલાના મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

[google_ad]

Advt

ત્યારબાદ સુરેશજી પરબતજી ઠાકોરે તેના મોટરસાયકલ પર મહીલા ને બેસાડી મહીલાના ઘરની બહાર મહિલાને ઉતારી જતો રહેલ જે બાદ મહિલાએ સમગ્ર ઘટનાની વાત તેના પરિવારને કરતાં આજરોજ મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે સુરેશજી પરબતજી ઠાકોર (રહે.ચંડીસર, તા. પાલનપુર) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

From – Banaskantha Update


Share