આખું વર્ષ આળસ બાદ દિવાળીમા વિભાગ સક્રિય : ડીસામાં પાર્લર પર તપાસ હાથ ધરી દંડ વસૂલાયો

Share

ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડીસા શહેરની બજારોમાં તમાકુનું વેચાણ કરતાં પાર્લરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પાર્લર ગુટકા વેચવા બાબતે બોર્ડ ન લગાવતાં તેમજ શાળાઓની બાજુમાં ગુટકા વધતાં તેમની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓની બાજુમાં તેમજ કોઈપણ પ્રકારના ગુટકા વેચવા માટેના બોર્ડ ન લગાવતા દુકાનદારો મામલે ફરિયાદો ઉઠવા પામી હતી. ખાસ કરીને ડીસા શહેરમાં આવેલી મોટાભાગની શાળાઓની બાજુમાં અનેક પાર્લરો આવેલા છે. ચા ગુટકા વેચવાની પરમિશન ન હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દુકાનદારો પૈસા કમાવાની લ્હાયમાં ગુટખાનું ધૂમ વેચાણ કરી રહ્યા છે.

[google_ad]

 

આ બાબતની ફરિયાદોના આધારે ગુરુવારે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગના ડો.જીગ્નેશ હરિયાણીની સૂચના અનુસાર આરોગ્ય વિભાગના હિતેશ પંડયા, ચેતન ઠાકોર તેમજ અરવિંદ પુનડિયા બે ટીમો બનાવી ડીસા શહેરમાં તમામ ગુટખાઓનું વેચાણ કરતાં પાલર પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં મોટા ભાગના પાર્લર ગુટકા વેચવા માટેના કોઈપણ બોર્ડ લગાવવામાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ વસૂલવામાં આવ્યો હતો.

[google_ad]

Advt

 

જેમાં ડીસા શહેરની મોટાભાગની શાળાઓની બાજુમાં પણ આવેલી દુકાનો પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી પણ છુટકારો મળી આવી હતી જેમને પણ આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા ગુટખાનું વેચાણ કરતાં દુકાનદારો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવતા રૂ. 6000 થી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

From – Banaskantha Update


Share