ભારતમાં ટાટા મોટર્સ નવી કાર ટાટા પંચને લોન્ચ કરી

Share

ટાટા મોટર્સે પોતાની નવી કાર ટાટા પંચ ને ભારતમાં લોંચ કરી દીધી છે. આમ તો લૉન્ચિંગ પહેલા જ ટાટા પંચની ખાસિયત અંગે ચર્ચા છેડાઈ હતી. જો કે, ટાટા પંચની કિંમતનો ખુલાસો હવે થયો છે. ટાટા મોટર્સે ટાટા પંચની શરૂઆતની કિંમત રૂ. 5.49 લાખ રાખી છે. ટાટા મોટર્સની સબ-કૉમ્પેક્ટ એસ.યુ.વી. ટાટા પંચને ગત તા. 4 ઓક્ટોબરના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. ટાટા મોટર્સનો દાવો છે કે આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી ઉત્તમ કાર છે.

[google_ad]

ટાટા પંચનું પ્રી-બુકિંગ તા. 4 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું હતું. આ માટે તમારે રૂ. 21,000 આપવા પડશે. ટાટા મોટર્સનો દાવો છે કે ટાટા પંચનું મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ 18.97 કિલોમીટર પ્રતિ લીટર અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટ 18.82 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

[google_ad]

 

ટાટાની આ નવી એસ.યૂ.વી માં 1.2 લીટરનું પેટ્રોલ એન્જીન આવે છે. આ કાર 6.5 સેકેન્ડમાં 0થી 60 કિલોમીટર પ્રતિ કલાક અને 16.5 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

[google_ad]

 

Advt

 

ટાટા પંચના ઇન્ટીરિય અને ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ લાગેલી છે. સ્ટીયરિંગ પર કંટ્રોલ, 366 લીટર બૂટ સ્પેસ, ફ્રંન્ટ અને રિયલ પાવર લિન્ડો, એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રીયલ ફ્લેટ સીટ, ફુલી ઓટોમેટેડ ટેમ્પરેચર કંટ્રોલ જેવા ફીચર્સ છે. જે લોકોને ખૂબ આકર્ષીત કરશે.

[google_ad]

 

ટાટા પંચ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. કારના કુલ ચાર વેરિઅન્ટ હશે, જેમાં Pure, Adventure, Accomplished અને Creativeનો સમાવેશ થાય છે.

[google_ad]

 

ટાટા પંચે Pure વેરિઅન્ટની કિંમત રૂ. 5.49 લાખ રાખી છે. જ્યારે Adventure વેરિઅન્ટની કિંમત રૂ. 6,39,000 લાખ, Accomplished મોડલની કિંમત રૂ. 7,29,000 લાખ અને ટોપ વેરિઅન્ટ Creativeની કિંમત રૂ. 8,49,000 લાખ રાખી છે. ટાટા પંચ H2X કૉન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આ કારને ટાટા મોટર્સે 2020 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી હતી.

[google_ad]

 

ટાટા પંચ 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે આવશે. જેમાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બંને ટ્રાન્સમિશન વિકલ્પ હશે. ટાટા પંચમાં ટોલ સિટિંગ, હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 370 એમએમ વોટર વેડિંગ કેપિસિટી હશે. ટાટા પંચનો સીધો મુકાબલો મારુતિ સુઝુકીની ઇગ્નિશ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની KUV100, નિસાનની Magnite અને રેનોની Kiger સાથે હશે.

[google_ad]

 

લોંચિગ પહેલા જ ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કાર બની ગઈ હતી. હકીકતમાં Global NCAP તરફથી કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચને સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા મામલે આ સૌથી ઉંચું રેટિંગ છે. આને સરળ ભાષામાં સમજીઓ તો ટાટા પંચમાં મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો તેમાં સવાર યાત્રિકો અન્ય કારની સરખામણીમાં વધારે સુરક્ષિત રહે છે.

[google_ad]

 

ગ્લોબલ NCAP તરફથી વયસ્ક સુરક્ષા મામલે ટાટા પંચને 5 રેટિંગ મળ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચને 17માંથી 16.45 અંક આપવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 4 રેટિંગ મળ્યું છે. બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 49માંથી 40.89 અંક મળ્યા છે. ક્રેશ ટેસ્ટ માટે ટાટા પંચને 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. સાથે જ જે કારને ટેસ્ટ કરવામાં આવી હતી તેમાં બે એર બેગ્સ હતી. ગ્લોબલ NCAPના ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચ ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ક્રેશ દરમિયાન કારની બોડી જેમની તેમ રહી હતી.

[google_ad]

 

ઓક્ટોબર 2021 સુધી ગ્લોબલ NCAP તરફથી ભારતમાં દોડતી કારોના સુરક્ષા બાબતે કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી ચાર કારનો સમાવેશ થાય છે. જેમાં ટાટા પંચ, મહિન્દ્રા XUV300, ટાટા એલ્ટ્રોઝ અને ટાટા નેક્સનનો સમાવેશ થાય છે. જ્યારે 4 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી સાત કાર છે. આ સાત કારમાં પણ ટાટાની બે કાર ટાટા ટિયાગો અને ટાટા ટિગોરનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં ટાટા મોટર્સની સૌથી વધારે કારને સુરક્ષા મામલે સારું રેટિંગ મળ્યું છે.

 

From – Banaskantha Update


Share