હની ટ્રેપનો ફિલ્મી કિસ્સામાં વેપારીને ફસાવવા રૂ. 4 લાખ પડાવવા ષડયંત્ર રચ્યું : વેપારીએ મહીલા સહીત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોધાઇ

Share

શોર્ટકટ રીતે પૈસા કમાવવાનો રસ્તો કા તો બરબાદી તરફ લઈ જતો હોય છે. કાંતો જેલના સળિયા સુધી લઈ જતો હોય છે અને આવું જ કંઈક બન્યું છે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જેમાં એક મહીલા સહીત કુલ 06 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં પોલીસે હાલ 2 આરોપીઓની અટકાયત કરી લીધી છે અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

[google_ad]

 

 

સોનીની ચાલી પાસે લેડીઝ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતાં વેપારીને ત્યાં એક મહીલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી આવે છે અને ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહીને સુતીબેન નામની મહીલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો હતો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહીલા વેપારીને દુકાનમાંથી જતી રહી હતી અને બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

[google_ad]

Advt

 

થોડા દિવસ બાદ આરોપી મહીલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને બોલાવ્યો હતો. પરંતુ વેપારી પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી હતી. પરંતુ ચાલાક મહીલાએ પોતાની યુક્તિ પ્રયુક્તિ વાપરીને આખરે વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો હતો અને વેપારી પણ પોતાના ધંધાની લાલચમાં મહીલાએ બોલાવેલા ફ્લેટ પર પહોંચી ગયો હતો.

[google_ad]

 

 

 

સુતીબેન નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો હતો. ત્યારબાદ મહીલા દ્વારા ફ્લેટનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં થોડીવાર પછી ફ્લેટનો દરવાજો ખખડવાનો આવાજ આવે છે અને દરવાજાની બીજે છેડે બે અન્ય લોકો ઉભેલા જોવા મળી છે અને તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ઓળખાણ આપીને વેપારીને માર મારીને રૂ.10 લાખની માંગણી કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂ.ચાર લાખમાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થાય છે.

[google_ad]

 

 

કૃષ્ણનગરના આ હનીટ્રેપના કિસ્સામાં વેપારી અને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના અંતે વેપારી રૂ. ચાર લાખ લેવા દુકાને જવું પડશે તેવુ કહેતા આ ગેંગના સભ્યોમાંથી બે સભ્યો વેપારીને ગાડી બેસાડીને વેપારીની દુકાને લઈ જાય છે.

[google_ad]

 

 

અને ત્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકતની જાણ કરી હતી અને બાદમાં વેપારીએ પણ ચાલાકી વાપરીને રૂપિયાની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો હતો. અને બાદમાં ફરિયાદી એવા વેપારીએ પોતાના વકીલ મારફતે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે અરવિંદભાઈ, ચિંતનભાઈ, નરેશભાઈ, સુતીબેન અને અન્ય એક અજાણી મહીલા તેમજ પુરુષ એમ છ લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.

[google_ad]

 

 

 

અને આ મામલે પોલીસે નરેશભાઈ અને અરવિંદભાઈની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. વધુમાં હાલ પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં માટે તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share