કાણોદરના નવજાત બાળકને 108ની ટીમે બી.વી.એમ.ઓક્સિજન આપી જીવ બચાવ્યો

Share

પાલનપુર તાલુકાના કાણોદર ગામની એક મહીલાને પ્રસુતિ થયા બાદ નવજાત શિશુને ઓક્સિજનની ઉણપ હોવાથી શરીરનો રંગ જાંબલી થઇ ગયો હતો. જ્યાં પહોચેલી 108ની ટીમે વાનમાં જ તાત્કાલીક ઓક્સિજન આપી સારવાર આપતાં નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.\

[google_ad]

જેથી પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. બાદમાં શિશુને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના કાણોદર ગામની મહિલાને પ્રસુતિ બાદ નવજાત બાળકને ઓક્સિજનની ઉણપ હોવાથી શિશુના હાથ, પગ, હોઠના ભાગ ભૂરા જાંબલી કલરના થઈ ગયા હતા. જેને લઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો.

[google_ad]

Advt

ત્યારે કાણોદર 108ની ટીમને જાણ કરતાં ટીમ દોડી આવીને શિશુને તપાસ કરતાં માલુમ પડયું કે, બાળકને બી.વી.એમ. ઓક્સિજનની જરૂરિયાત હોવાથી તાત્કાલીક 108ની ટીમના ડ્રાઈવર ભરતભાઈ પ્રજાપતિ અને ઈ.એમ.ટી. વિક્રમ પરમારે તાત્કાલીક નવજાત શિશુને ઓક્સિજન આપીને અન્ય સારવાર કરતાં નવજાત શિશુના શરીરનો રંગ બદલાતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો. જેને લઈ પરિવારે 108ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ શિશુને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share