થરાદમાં એલ.સી.બી. પોલીસે વાઘાસણ ગામેથી વિદેશી દારૂ સહીત બે બુટલેગરને ઝડપી પાડયા

Share

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી એક માર્શલ ગાડી ઝડપી પાડી છે. જેમાં રૂ. 2 લાખ 51 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે લઈ બે શખ્સની અટકાયત કરી થરાદ પોલીસે સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, દારૂ ભરી એક માર્શલ ગાડી રાજસ્થાન કરબુણ તરફ આવનારા છે.

[google_ad]

Advt

જેના આધારે એલ.સી.બી. પોલીસે વાઘાસણ ગામે નાકાબંધી કરતાં માર્શલ ગાડી નં.GJ-8-R-8212 આવતાં તેની તલાશી લેતાં ગાડીમાંથી દારૂની 960 બોટલ જેની કિંમત રૂ. 96 હજાર સહીત કુલ મુદ્દામાલ રૂ. 2 લાખ 51 હજાર 500 નો કબ્જે લઈ ગાડીના ચાલક (1) મગન ઠાકોર (રહે. સવરાખા, તા. થરાદ )અને તેની બાજુમાં બેઠેલા કિશોરને ઝડપી લીધા હતાં.

[google_ad]

 

જ્યારે દારૂ મંગાવનાર પ્રકાસવન ગૌસ્વામી (રહે. કરબુણ, તા.થરાદ) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

From – Banaskantha Update


Share