પાલનપુરમાં ટ્રેનમાં સૂતેલી મહિલાના દાગીના અને રોકડ ભરેલી બેગની થઇ ચોરી

Share

રાજસ્થાનથી એક પરિવાર બેંગલોર જઈ રહ્યો હતો તે દરમિયાન પાલનપુર રેલવે સ્ટેશન નજીક સૂતેલી મહિલાના માથા નીચે મુકેલી રૂપિયા 15,300ના દાગીના- રોકડ ભરેલી બેગની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે તેણીએ પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

બેંગલોરની ધનલક્ષી પ્રકાશનગરનો પરિવાર રવિવારે પોતાના પરિવાર સાથે રાજસ્થાન નાગોરથી બેંગલોર જવા માટે બિકાનેર યશવંતપૂર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.

 

[google_ad]

જ્યાં પાલનપુર નજીક વંદનાબેન પ્રકાશભાઈ જૈન સૂઇ રહ્યા ત્યારે તેમના માથા નીચે મુકેલા સોનાની વીંટી, ચાંદીની અંગૂઠી, મોબાઈલ સહિત રૂ.15,300 મુદ્દામાલ ભરેલી બેગ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે તેણીએ પાલનપુર રેલવે સ્ટેશનેના જીઆરપીના જવાનને જાણ કર્યા બાદ પાલનપુર રેલવે પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share