થરાદ: આંતરોલમાં કેનાલની ગોકળગતિએ હલકી ગુણવતામાં ચાલતી કામગીરીને લઇ ખેડૂતોમાં રોષ

Share

થરાદની ગડસીસર ડીસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી આંતરોલ માઈનોર-1 કેનાલનું કામ ઝડપી કરાવવા તેમજ આ માઈનોરને લાગતા–વળગતા કોન્ટ્રાકટરોની બેદરકારી બાબતે ખેડૂતોએ બુધવારે થરાદ પ્રાંતને આવેદન આપી સરકારમાં લેખિત રજૂઆત કરી હતી.

Advt

[google_ad]

થરાદમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર ગડસીસર ડીસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી આંતરોલ માઈનોર 1નું કામ છેલ્લા 5 વર્ષથી કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ખેડૂતોની જમીનના દસ્તાવેજ પણ થઇ ગયેલ છે. અમુક જગ્યાએ કેનાલનું કામ બાકી તો અમુક જગ્યા પૂર્ણ થઇ ગયેલ છે. એટલું જ નહી અમુક જગ્યાએ તો માઈનોર કેનાલ ધુળથી પુરાઈ પણ ગઈ છે, તો ક્યાંક તુટી પણ ગઈ છે.

[google_ad]

આમ કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવતાના કામ અંગે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘કયાંક આ માઈનોર કેનાલના પિયત વિસ્તારમાં આવતા ખેતરોમાં કુંડી અગાઉ કરાયેલા સર્વે મુજબ બનાવવામાં આવી નથી. પરિણામે મોટાભાગના ખેડૂતો કુંડીના પાણીના લાભથી વંચિત રહી જાય છે.આ કામ 15 દિવસમાં પુર્ણ કરવામાં નહી આવે તો તમામ ખેડૂતો કચેરીએ ધરણાં અને જરૂર પડી તો ઉપવાસ ઉપર ઉતરીશું તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કચેરીના રૂપસીભાઇ પટેલે ખેડૂતોનું આવેદન સ્વીકારી સંબંધિત વિભાગમાં મોકલી આપવાની ખાત્રી આપી હતી.’

 

From – Banaskantha Update


Share