ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય બેટિંગ ઓર્ડરને સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યું છે

Share

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની રવિવારની સૌપ્રથમ મેચ અગાઉ ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના બેટીંગ ઓર્ડરને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડ સામે આત્મવિશ્વાસ સાથે જીત હાંસલ કરી હતી.

[google_ad]

હવે આવતીકાલે ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો રવિવારે રમાવાનો છે, તે અગાઉ ટીમ ઈન્ડિયા બેટીંગ ઓર્ડરને સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહી છે.

[google_ad]

advt

 

ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દધું છે કે, ટીમ ઈન્ડિયાના બેટીંગ ઓર્ડરમાં ટોપ-થ્રી નક્કી જ છે. રોહિત શર્મા અને કે.એલ. રાહુલ ઓપનિંગમાં નક્કી છે. જ્યારે કેપ્ટન કોહલી વન ડાઉન ઉતરશે. અગાઉ એવી અટકળો પણ ચાલી રહી હતી કે, પાકિસ્તાન સામેની ટી-૨૦માં કેપ્ટન કોહલી ઓપનિંગમાં આવીને સરપ્રાઈઝ આપી શકે. જોકે, ભારતીય કેપ્ટને આ શક્યતાને નકારી કાઢી હતી.

[google_ad]

 

 

રોહિત શર્મા પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઉતર્યો નહતો. જોકે તે આવતીકાલની પ્રેક્ટિસ મેચમાં રમશે તેમ મનાય છે. યુવા વિકેટકિપર-બેટસમેન ઈશાન કિશને ધમાકેદાર પર્ફોમન્સ આપતાં આક્રમક 70 રન ફટકાર્યા હતા અને તે રિટાયર્ડ થયો હતો. તેણે આ શાનદાર ઈનિંગને સહારે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી છે.

[google_ad]

 

 

રિષભ પંતને સૂર્યકુમાર યાદવ પહેલા બેટીંગમાં ઉતારવામાં આવ્યો હતો. પંતે અણનમ 29 રન કર્યા હતા. જ્યારે સૂર્યકુમાર 8 રને આઉટ થયો હતો. આ પછી હાર્દિક પંડયાએ 10 બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ 12 રન કર્યા હતા. ભારતીય કેપ્ટને ટોપ થ્રી તો નક્કી હોવાની જાહેરાત કરી છે. જોકે ત્યાર બાદ પરિસ્થિતિ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ ફેરફાર કરી શકે છે, તેવો સંકેત આપ્યો છે.

[google_ad]

 

 

ભારતીય ટીમમાં સામેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પ્લેઈંગ ઈલેવનમા સમાવવામાં આવશે કે નહીં તે અંગેની અટકળો ચાલી રહી છે. હાર્દિકે પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરી નહતી. હવે ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તેના દેખાવ પરથી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે તેમ મનાય છે.

[google_ad]

 

 

 

ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભુવનેશ્વર કુમારનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આઇપીએલમાં પણ તેનું પર્ફોમન્સ ઉત્સાહજનક રહ્યું નહતુ અને ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં તેણે ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. શમી ખર્ચાળ સાબિત થયો હતો, પણ તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

[google_ad]

 

 

જ્યારે બુમરાહે 4 ઓવરમાં માત્ર 26 રન આપતાં એક વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટસમેનો પર નિયંત્રણ રાખ્યું હતુ, પણ તેને વિકેટ મળી શકી નહતી. જ્યારે રાહુલ ચાહરે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. ભુવનેશ્વરનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયા શાર્દૂલ ઠાકુરને તક આપી શકે છે. જ્યારે જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ મળી રહે તેવું આયોજન ભારતીય ટીમ મેનેજમેન્ટ કરશે તે લગભગ નક્કી જેવું જ છે.

[google_ad]

 

આઇ.પી.એલ.માં અત્યંત નિરાશાજનક દેખાવ બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી પણ પડતા મૂકાયેલા વોર્નરનું કંગાળ ફોર્મ જારી રહેવા પામ્યું છે. ન્યૂઝિલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં તે ખાતુ ખોલાવ્યા વિના જ પહેલા જ બોલે આઉટ થઈને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. કેન રિચાર્ડસને ત્રણ અને ઝામ્પાએ બે વિકેટ ઝડપી હતી. આખરે લો ઓર્ડરના બેટ્સમેનોના લડાયક દેખાવને સહારે તેઓએ ન્યૂઝિલેન્ડ સામે 3 વિકેટથી જીત હાંસલ કરી હતી. જોશ ઈંગ્લિસે આખરી ઓવરમાં બે ચોગ્ગા ફટકારતાં ટીમને જીતાડી હતી. હવે આવતીકાલે તેઓ વધુ આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરશે.

 

From – Banaskantha Update


Share