‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત બી.એસ.એફ. દ્વારા આયોજીત સાઇકલ રેલીનું ધાનેરામાં ભવ્ય સ્વાગત કરાયું

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બી.એસ.એફ.) દ્વારા સમગ્ર દેશમાં સાઇકલ રેલી યોજાઇ રહી છે. સીમા સુરક્ષા બળ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે રાયથનવાલા (જેસલમેર) થી કેવડીયા (ગુજરાત) સુધી 723 કિ.મી. લાંબી સાઇકલ રેલીનું આયોજન કરાયું છે. જે સાઇકલ રેલી તા. 26/10/2021 ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં પહોંચશે.

[google_ad]

આ સાઇકલ રેલીનું બુધવારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરા મોડેલ શાળામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. સાઇકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ. જવાનોને ફૂલહાર પહેરાવી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

[google_ad]

આ પ્રસંગે બી.એસ.એફ. 93 બટાલીયના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત, 123 બટાલીયનના દ્વિતીય કમાન અધિકારી પરમાનંદ શુક્લ, પ્રાદેશિક મુખ્ય મથક, ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડન્ટ (જનરલ) અરૂણકુમાર શર્મા, થરાદ આસી. પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નેનાવા ગામના સરપંચ ગેનસિંહ દેવડા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

આ સાઇકલ રેલી તા.21/10/2021 ના રોજ આરામ કરશે અને તા.22/10/2021 ના રોજ ફરીથી છાપી થઇ આગળ પ્રસ્થાન કરશે. તેમ બી.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર અબસલોમ સેમાએ જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share