ઇતિહાસ સર્જાયો : ધાનેરા નગર પાલિકાના પ્રમુખ પદે કોંગ્રેસના કમળાબેન નાઈ બિનહરીફ ચૂંટાયા

Share

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગર પાલિકાની બાકી રહેલા ટર્મ માટે આજે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના 16 સભ્યો સહેલગાહેથી સીધા નગર પાલિકા પહોંચ્યા હતા. નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી.

[google_ad]

જેમાં કોંગ્રેસ તરફથી નાઈ કમળાબેન રમેશભાઈએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના 12 સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસના નાઈ કમળાબેન રમેશભાઈને બિન હરીફ ધાનેરા નગર પાલિકાના પ્રમુખ જાહેર કરાયા હતા.

[google_ad]

ધાનેરા નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વાર બિનહરીફ પ્રમુખ બનતા આજે નવો ઇતિહાસ રચાયો છે. ધાનેરા નગર પાલિકામાં બિન હરીફ પ્રમુખ બનેલ નાઈ કમળાબેનએ પત્રકારોને જણાવ્યું હતું કે, ધાનેરા શહેરના વિકાસના કામોને પ્રધાન્ય અપાશે. તેમજ તેમને કોંગ્રેસ પક્ષ અને ધાનેરાની જનતાનો આભાર માન્યો હતો.

 

From – Banaskantha Update


Share