ACBની સફળ ટ્રેપથી ભ્રષ્ટ ટી.ડી.ઓ. લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

Share

જૂનાગઢના સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી અમૃત પરમાર ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવે છે. જેમાં લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે મંડળીનું બીલ પાસ કરવા રૂા. 5,000ની લાંચ માંગી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જોકે, લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલકે લાંચ ન આપવા એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જ્યારે મંગળવારે એ.સી.બી. એ છટકું ગોઠવી ટી.ડી.ઓ.ને ઓફીસમાં જ રૂા. 5,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢના સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી ટી.ડી.ઓ. તરીકે અમૃત પરમાર ફરજા બજાવી રહ્યા છે. જેમાં લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે મંડળીનું બીલ પાસ કરવા રૂા. 5,000ની લાંચની માંગણી કરી હતી.

[google_ad]

જોકે, લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક લાંચના રૂપિયા ન આપવા હોઇ તેઓએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જ્યારે મંગળવારે એ.સી.બી.ના અધિકારીઓએ છટકું ગોઠવી ટી.ડી.ઓ. અમૃત પરમારને ઓફીસમાં જ રૂા. 5,000ની લાંચ લેતાં રંગેહાથ દબોચ્યો હતો. એ.સી.બી. ની કાર્યવાહીના પગલે અન્ય ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

From – Banaskantha Update


Share