દિવાળીમાં શોપિંગ માટે ATM કાર્ડથી પેમેન્ટ કરો છો તો ચેતી જજો : એક ખોટી ક્લિક અને મોટું નુકશાન થઇ શકે

Share

દિવાળીના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને પગલે તહેવારોની મજા ફિક્કી પડી ગઈ હતી, પરંતુ 4-5 મહિનાથી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતાં આ વર્ષની દિવાળીની ઉજવણી ધમાકેદાર બનશે.

[google_ad]

જોકે, રિટેલ માર્કેટમાં આ વર્ષે પણ દિવાળી બગડે એવાં દૃશ્યો જોવા મળે છે. ઓનલાઈન માર્કેટને કારણે નાના ધંધાદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. લોકોમાં ઘેરબેઠાં જ ઓનલાઈન ખરીદી કરવાનો ક્રેઝ વધ્યો છે, જેને કારણે સાયબર ક્રાઈમના ગુના પણ દિવસે-દિવસે વધી રહ્યા છે. તો જો તમે પણ દિવાળીની ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો ફ્રોડ થવાથી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો.

[google_ad]

છેલ્લાં બે વર્ષથી ઓનલાઈન માર્કેટે મોલ તેમજ નાના વેપાર-ધંધા પર મોટી અસર પાડી છે. તેમણે ડિસ્કાઉન્ટ તેમજ મફત ઘેરબેઠાં વસ્તુઓ પહોંચાડવાની લાલચ આપી ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. લોકો પણ નાનામાં નાની વસ્તુઓ ખરીદવા માટે રિટેલ કરતાં ઓનલાઈન પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક લોકો માટે આ પ્લેટફોર્મ મુશ્કેલીઓ ઊભી કરી નાખે છે.

[google_ad]

ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે એક નાની ભૂલ હજારો રૂપિયાનું નુકસાન કરાવી નાખે છે. ગત વર્ષ સુધીમાં ગુજરાતમાં આવી જ સાયબર ક્રાઈમ-ફ્રોડના 16,503 કેસ નોંધાયા હતા. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડા પ્રમાણે, કુલ 61 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે, તેમાંથી માત્ર 6 કરોડ જ સાયબર પોલીસ પરત લાવી શકી છે.

[google_ad]

જે-તે એપ્લિકેશનમાં ઓનલાઇન શોપિંગ સમયે લોકો પોતાનું ક્રેડિટ-ડેબિટ કાર્ડ એડ કરીને પેમેન્ટ કરે છે, પરંતુ પેમેન્ટ કર્યા બાદ કાર્ડને ડિલિટ નથી કરતા. ત્યારે કેટલાક ભેજાબાજ હેકર્સ લોકોની આ ભૂલોનો ફાયદો ઉઠાવી મોટી રકમ ઉપાડી લે છે, આ સિવાય પણ લકી વિનર, બિગ ડિસ્કાઉન્ટ કૂપન સહિતના લલચાવતા મેસેજ કરી યુઝર્સને લિંક પર ક્લિક કરાવે છે અને જેવો કોઈ યુઝર્સ એ લિંક પર ક્લિક કરે તો તરત જ તેનું એકાઉન્ટ હેક કરી તેના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. કેટલાક કેસમાં તો યુઝર્સને તેની જાણ પણ થતી નથી કે તેના ખાતામાંથી પૈસા ઊપડી ગયા છે. કોરોનાકાળથી અત્યાર સુધીમાં આ પ્રકારના સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે.

[google_ad]

ઓનલાઈન ફ્રોડ કરનારા ભેજાબાજો એક ટીમ બનાવીને કામ કરતા હોય છે, જેમાં યુઝર્સને કસ્ટમર કેર, કેવાયસી, કેશબેક ઓફર, નોકરી અપાવવાની લાલચો આપી લૂંટવામાં આવે છે. ગત વર્ષે 2,387 કસ્ટમર કેસ, 2,073 KYC, 1,875 OLX, 1,400 કેશબેક ઓફર્સ, 1,056 નોકરીની લાલચ તેમજ 1,013 ક્રેડિટ-ડેબિટ કાર્ડ ફ્રોડના કેસ નોંધાયા હતા.

 

[google_ad]

ગુજરાતમાં વર્ષ 2021 દરમિયાન 14,300 જેટલા લોકોએ ઓનલાઈન ફ્રોડની ફરિયાદો નોંધાવી હતી. બીજી તરફ, આ પ્રકારના ક્રાઈમ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના રાજ્યભરમાં થતા ઈ-ચીટિંગના ગુના અટકાવવાના પ્રયાસો હાથ ધરાય છે.

[google_ad]

કોરોનાકાળથી જ લોકો ઓનલાઇન ખરીદીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. કપડાંથી લઇને કોડિયાં સુધીની તમામ વસ્તુઓ ઓનલાઇન મંગાવી રહ્યા છે, જેને કારણે છેલ્લાં 2 વર્ષથી મોલમાં પણ ખૂબ જ ઓછી ઘરાકી જોવા મળી રહી છે.

 

[google_ad]

અમદાવાદની વાત કરીએ તો લાલ દરવાજા, માણેક ચોક તેમજ બાપુનગરના ભીડભજન બજારમાં તહેવારોના સમયે હજારો લોકોની ભીડ જોવા મળતી હતી, પરંતુ ત્યાં પણ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખરીદીમાં પણ માત્ર 10થી 15 ટકા વર્ગ જ એવો છે કે જે ખરીદી કરી રહ્યા છે, જેને કારણે દિવાળીની વસ્તુઓ વેચતા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે.

 

From – Banaskantha Update


Share