બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે 3 કિલોથી વધુના અફીણના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો

Share

બનાસકાંઠા જીલ્લો માદક પદાર્થનું હબ બનતું જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે વધુ એકવાર અફીણના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે. અમીરગઢ પોલીસે વાહનચેકિંગ દરમિયાન ખાનગી બસમાંથી 3.250 કિલોગ્રામના જથ્થા સાથે કુલ 4.92 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજીવાર માદક પદાર્થ સાથે જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આજે અમીરગઢ પોલીસ વાહન ચેકિંગમાં હતી, તે સમયે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલી એક ખાનગી બસને પણ થોભાવી તલાસી લઇ રહી હતી.

[google_ad]

તે દરમિયાન બસમાં બેઠેલો એક શખ્સ શંકાસ્પદ જણાતા તેની પણ તલાસી લેતા તેની પાસેથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 3.250 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે કુલ 4.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share