વાવમાં પરિણીતાની ગળેફાંસો ખાધેલી લાશ મળી આવતાં ચકચાર

Share

વાવ તાલુકાના તીર્થગામમાં મંગળવારે પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સાસરીયા પક્ષના વ્યક્તિઓ દ્વારા પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપતાં હોઇ કંટાળીને ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક પરિણીતાના પિયર પક્ષના વ્યક્તિઓએ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે ચાર વ્યક્તિઓ સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના સવપુરા ગામના વતની અને હાલ વાવ તાલુકાના તીર્થગામ સંત રોહીદાસ છાત્રાલયમાં રહેતાં ચેતનકુમાર ઉર્ફે ચેલાભાઇ સ/ઓ પ્રભુરામ પીરાજી પંડયા (અ.જા.) એ પાંચ વર્ષ પહેલાં સમાજના રીત-રીવાજ મુજબ સોનલ સાથે લગ્ન કર્યાં હતા. ત્યારબાદ એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી.

[google_ad]

advt

 

જ્યારે તેને સંતાનમાં એક દીકરો મયુર (ઉં.વ.આ. ૩) છે. જ્યારે પતિ તેના ઉપર વહેમ રાખતો હતો અને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. જ્યારે સાસુ ધરમીબેન વા/ઓ પ્રભુરામ પીરાજી પંડયા, સસરા પ્રભુરામ પીરાજી પંડયા, જેઠાણી વર્ષાબેન વા/ઓ દલપતભાઇ પંડયા અને પતિ ચેતનકુમાર ઉર્ફે ચેલાભાઇ સ/ઓ પ્રભુરામ પીરાજી પંડયા અવાર-નવાર પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ ગુજારતાં હતા.

[google_ad]

 

 

જ્યારે મંગળવારે પરિણીતાએ કંટાળીને ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મૃતક પરિણીતાના પિયર પક્ષના વ્યક્તિઓએ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે ચાર વ્યક્તિઓ સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share