બનાસકાંઠાના થરાદમાં એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સોને ઝડપ્યા : રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Share

થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી છે. એલ.સી.બી. પોલીસે ગાડીમાંથી રૂ. 2,22,000 થી વધુના દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસને થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સાંચોર તરફથી એક એસ.યુ.વી. ગાડીનં.GJ-27-DH-1087 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી જેતડા તરફ આવનાર છે.

[google_ad]

advt

બાતમી હકીકત આધારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસની નાકાબંધી જોઈ દારૂ ભરેલી ગાડી બુટલેગરે ભગાડી મૂકી હતી. જો કે, પોલીસે પીછો કરી તેને પકડી પાડી ગાડીમાંથી 1990 બોટલ જેની કિંમત રૂ. 2,22,480 ગાડીની સહીત રૂ. 10,27,980 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

 

જ્યારે ગાડીના ચાલક ભગવાનરામ જાતે બિશ્ર્નોઈ (રહે. અરનાઈ તા.સાંચોર જી.જાલોર) અને ભોમારામ રબારી (રહે. હડેતર તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન)ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share