લાંચિયાં કર્મીઓ પર એ.સી.બી.નું સફળ ઓપરેશન : પાટણની જમીન દફતર મોજણી કચેરીનો સર્વેયર રૂ.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો : જામનગર ફૂડ શાખાનો પટ્ટાવાળો રૂ. 500 ની લાંચ લેતાં દબોચ્યો

Share

સરકારી લોકો ઘણી વાર લાંચ લેતાં પકડાતા હોય છે. ત્યારે મંગળવારે એ.સી.બી.ની ટ્રેપમાં બે જીલ્લામાંથી અલગ-અલગ બે સરકારી કર્મચારીઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. પાટણમાં માલિકીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા ભાડેથી આપવાની અરજીમાં તપાસ અર્થે આવેલો સર્વેયર અધિકારી રૂ. 10 હજારની અને​​ જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂ. 500 ની લાંચ લેતાં ઝડપાયો છે.

[google_ad]

પાટણમાં ફરીયાદીએ પોતાના ગામની સંયુકત માલિકીની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા માટે ભાડેથી જમીન આપવાની હોવાથી જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ અર્થે આવેવા સર્વેયર અધિકારીએ સર્વે કરેલી જમીનની શીટ તૈયાર કરવા માટે રૂ. 10 હજારની લાંચની માંગણી કરી હતી.

[google_ad]

 

જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.માં ફરિયાદ કરતાં પાટણના નવા બસ સ્ટેન્ડની આગળ મંગળવારે એ.સી.બી.ના બનાસકાંઠા ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એન. એ. ચૌધરી અને મદદનીશ નિયામક-એ.સી.બી.બોર્ડર એકમ-ભૂજના સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહીલે ગોઠવેલા લાંચના છટકામાં પાટણની જમીન દફતર મોજણી કચેરીમાં સિનિયર સર્વેયર, વર્ગ-૩ ના આરોપી ધ્રુવ પરસોત્તમદાસ પટેલે ફરીયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.

[google_ad]


બીજી ઘટનામાં ​​​​​જામનગર મહાનગરપાલિકામાંથી ફૂડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની એ.સી.બી.ને મળેલી ફરિયાદના આધારે રાજકોટ મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું.

[google_ad]

 

advt

 

જેમાં એક જાગૃત નાગરિકને મહાનગરપાલિકાની ફૂડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500 ની લાંચ માંગી હોવાની જાણના આધારે મંગળવારે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એ.સી.બી. ની ટીમે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ-4 ના કર્મચારીને રૂ. 500 ની લાંચ લેતાં રગેહાથ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update

 


Share