ભીલડી પોલીસ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપ્યા

Share

ભીલડી પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના ડીસા તરફથી મુડેઠા ગામ થઇ એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરીને અરણીવાળા તરફ જવાની છે. જે બાતમીના આધારે મુડેઠા ગામથી અરણીવાળા જવાના રોડ પર નાકાબંધી કરી હતી.

[google_ad]

તે દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કારના ચાલકે પોલીસની નાકાબંધી તોડી ગાડીને ભગાડી મૂકતાં સ્વીફ્ટ કારનો પીછો કરી સ્વીફ્ટ કાર અને બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે વિદેશી દારૂની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ-1475 સ્વીફ્ટ કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,17,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ભીલડી પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

advt

આ અંગેની વિગત એવી છે કે, ભીલડી પોલીસ સ્ટેશનમાં મંગળવારે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસા તરફથી મુડેઠા ગામ થઇ એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ સ્વીફટ કારમાં વિદેશી દારૂ ભરીને અરણીવાળા તરફ જવાની છે. જે બાતમીના આધારે મુડેઠા ગામથી અરણીવાળા જવાના રોડ પર નાકાબંધી કરી હતી. તે દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કારના ચાલકે પોલીસની નાકાબંધી તોડી કારને પૂરઝડપમાં અરણીવાળા રોડ ભગાડી મૂકી હતી.

[google_ad]

 

 

જે સ્વીફ્ટ કારનો પીછો કરી સ્વીફટ કાર અને બે શખ્સોને મુડેઠા પાવર ગ્રીડ નજીકથી ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે સ્વીફ્ટ કાર નં. GJ-05-JM-6094 માં વિદેશી દારૂની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ-1475 કિંમત રૂ. 1,47,500, સ્વીફ્ટ કારની કિંમત રૂ. 2,50,000 અને બે મોબાઇલ ફોન કિંમત રૂ. 20,000 મળી કુલ રૂ. 4,17,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

 

આ અંગે ભીલડી પોલીસે ગાડીના ચાલક વરજંગા રામ લછારામ રબારી (રહે. ટીટોપ, તા. સાંચોર, જી.ઝાલોર, રાજસ્થાન) અને હડમતરામ શંકરારામ મેઘવાલ (રહે. પાંચલા, તા. સાંચોર, જી.ઝાલોર રાજસ્થાન) વાળા સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share