રાષ્ટ્રીય કિસાન સંગઠન-બનાસકાંઠામાં રેલ રોકવા જતાં જીલ્લા પ્રમુખ સહીત હોદ્દેદારોની રેલ્વે પોલીસે અટકાયત કરી

Share

ભારત સરકાર દ્વારા જ્યારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યાં છે. ત્યારથી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર ખેડૂતોનું આંદોલનને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર કપુતર પુત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલ ખેડૂતો ઉપર લખીમપુર ઉત્તર પ્રદેશમાં ગાડી ફેરવી અડફેટે લઇ 8 ખેડૂતોને મોતને ઘાટ ઉતારી શહીદ કર્યાં છે.

[google_ad]

જેથી સરકાર દ્વારા આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાના પુત્ર સાથે કાયદેસરની કાર્યવાહી ન કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ ટીપ્પણી કરતાં ગુનો નોંધી શખ્સની અટકાયત કરાઇ છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજીનામું ન આપતાં સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ અનુસાર સોમવારે રેલ રોકો આંદોલન કરવાનો આદેશ હોઇ રાષ્ટ્રીય કિસાન સંગઠન-બનાસકાંઠા જીલ્લા દ્વારા ધાનેરામાં રેલ્વે સ્ટેશન ઉપર જઇ રેલ્વે રોકવા જતાં રેલ્વે પોલીસ દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઇ તરક, જીલ્લા પ્રમુખ વી.કે.કાગ,

[google_ad]

 

જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઇ ખાગડા, જીલ્લા મંત્રી ઉદેસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ શંકરભાઇ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઇ મુંજી અને તાલુકા ઉપપ્રમુખ દીપાભાઇ રબારી સહીત સાથે મળી રેલ્વે રોકવા જતાં અટકાયત કરાઇ છે.

[google_ad]

 

 

આ અંગે પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઇ તરકે જણાવ્યું હતું કે, ‘સરકારથી ડરવાના નથી. જેથી પોલીસને આગળ કરી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા દેતી નથી અને અમો ખેડૂતના આગેવાનોની વારંવાર અટકાયત કરી રહી છે. પરંતુ અમો સરકાર અને પોલીસથી ડરવાના નથી. ખેડૂતો માટે કામ કરતાં રહીશું અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના કામ કરતાંં રહીશું.’

 

From – Banaskantha Update


Share