ડીસાના જુનાડીસાની દિકરીને સાસરીયા દ્વારા કરતાં મારઝૂડ કરતાં ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના જુનાડીસા ગામની દીકરીને તેના સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી દહેજની માંગણી કરતાં જુનાડીસાની દીકરી એ તેના પતિ તેમજ સસરા અને સાસુ વિરોધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

સમગ્ર ગુજરાતમાં મહિલા પર થતાં અત્યાચાર દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેમાંય ખાસ કરીને મહીલાઓને તેના સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી ઘરેથી કાઢી મૂકવાના બનાવો પણ એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામની દીકરી અશ્વિનાબેન ડો/ઓ નિમેષભાઈ દરજી તેના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલાં અમદાવાદ સી. 301 સરફેકસ પેરેડાઇઝ તક્ષશિલા વિદ્યાલય ગોવર્ધન પાર્ક સોસાયટી પાછળ વસ્ત્રાલ અમદાવાદના પ્રતિક મહેશભાઈ દરજી સાથે કરારનામાંથી પૂર્ણ લગ્ન થયેલા હતા.
જે બાદ અશ્વિનાબેન સાસરે રહેવા ગયેલ અને શરૂઆતના બે માસ સુધી સારી રીતે રાખેલ અને પછી ત્રાસ આપવા લાગેલ તા. 25/8/2021 ના સાંજના આશરે ચારેક વાગે અશ્વિનાબેનના પતિ, તેમની સાસુ લતાબેન મહેશભાઈ દરજી અને સસરા મહેશભાઈ હરગોવનભાઈ દરજી અશ્વિનાબેનની સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગેલા અને મહેણા ટોણા બોલવા લાગેલા અને અશ્વિનાબેનના પિયર પક્ષવાળાને પણ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેતા કે, તારા પિયર પક્ષ વાળા ભિખારી છે. અને દહેજમાં કંઈ આપ્યું નથી અને તારા દાદા ઇશ્વરભાઇ છગનભાઈ દરજી પાસે ઘણા બધા રૂપિયા છે તો રૂ. 50 હજાર મંગાવી આપ મારે જરૂર છે.

[google_ad]

advt

તેવું કહેતા જેથી અશ્વિનાબેને કહેલ કે, મારા દાદા પાસે હાલમાં પૈસા નથી તેવુ કહેલ જેથી અશ્વિનાબેનના પતિ અશ્વિનાબેનને મારઝૂડ કરવા લાગ્યા હતા. જેથી આ બાબતે અમદાવાદ ઓઢવ પોલીસ ચોકીમાં જઇને અરજી આપેલ અને સમાધાન સારું અશ્વિનાબેનના પતિ તથા સાસુ અને સસરા સમાધાન કરી અશ્વિનાબેનને ફરીથી તેઓના ઘરે લઈ ગયા હતા. ત્રણેય જણાવો ભેગા થઈને અશ્વિનાબેનને વકીલ મારફતે નોટિસ આપી ધમકીઓ આપવા લાગ્યા હતા. જે બાદ અશ્વિનાબેનને તેના પતિ ઘરમાં રસોઈને લગતી કોઈ ચીજવસ્તુ લાવી આપતા નથી. તેમ જ પોતે નોકરી કરતાં હોવા છતાં હાથ ખર્ચી માટે કોઈ રૂપિયા આપતાં નથી.

[google_ad]

 

અશ્વિનાબેનના સાસુ-સસરા તેઓ ચડામણી કરી કહે કે તારી પત્નીને કાઢી મૂક દહેજમાં કઈ લાવી નથી અને આપણે બીજી લાવી દઇશું. જેથી અશ્વિનાબેનના પતિ અવાર-નવાર મારઝુડ કરતાં પરંતુ અશ્વિનાબેનનો ઘરસંસાર ન બગડે તે માટે તેના પિયર વાળાને કઈ જણાવેલ નહીં અને મૂંગા મોઢે સહન કરી લેતી હતી. પરંતુ તા. 25/ 8/ 2021 ના રોજ અશ્વિનાબેનના પતિ અને સાસુ અને સસરાની ચડામણીથી અશ્વિનાબેનને ગડદાપાટુનો માર મારી એક સંપ થઇ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને અશ્વિનાબેનને ઘરેથી કાઢી મૂક્યા હતા.

[google_ad]

જે બાદ અશ્વિનાબેન તેના પિતાના ઘરે રહેવા આવી ગયેલ જે બાદ અશ્વિનાબેન એ સમગ્ર વાત તેમના માતા-પિતાને કહેતાં આજરોજ ડીસા તાલુકા પોલીસ મથકે તેના પતિ પ્રતીક મહેશભાઈ દરજી અને તેના સસરા મહેશભાઈ હરગોવનભાઈ દરજી અને તેની સાસુ લતાબેન મહેશભાઈ દરજી આ તમામ (રહે. અમદાવાદ. સિ. 301 સરફેક્સ પેરેડાઇઝ તક્ષશિલા વિદ્યાલય, ગોવર્ધન પાર્ક સોસાયટી પાછળ, વસ્ત્રાલ ,અમદાવાદ) ના વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share