બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણી બાદ ત્રણ તાલુકાના બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઇ

Share

 

 

બનાસકાંઠા જીલ્લાની ખેડૂતો દ્વારા ચાલતી જમીન વિકાસ બેંકની બે માસ અગાઉ પાલનપુર, દાંતીવાડા અને અમીરગઢ એમ ત્રણ તાલુકાના 7 ડીરેક્ટરો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગોવાભાઇ દેસાઇની પેનલનો વિજય થયો હતો. સોમવારે પાલનપુર, અમીરગઢ અને દાંતીવાડા એમ ત્રણ તાલુકાના ચેરમેન પદ માટે બેઠક યોજાઇ હતી. ત્યારે આ વખતે ગોવાભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ચેરમેન પદ માટે જમીન વિકાસ બેંકની બેઠકમાં ભીખાભાઇ ચૌધરીની ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઇ હતી.

 

 

જીલ્લા જમીન વિકાસ બેંકમાં ગોવાભાઇ દેસાઇ છેલ્લા 20 વર્ષથી ચેરમેન પદે બિરાજમાન છે. ત્યારે આ વખતે પણ તેમની પેનલની બહુમતી સાથે જીત થઇ હતી. ત્યારે સોમવારે પાલનપુર, અમીરગઢ અને દાંતીવાડા એમ ત્રણ તાલુકાના ચેરમેન પદ માટે બેઠક યોજાઇ હતી. ત્યારે આ વખતે ગોવાભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ચેરમેન પદ માટે જમીન વિકાસ બેંકની બેઠકમાં ભીખાભાઇ ચૌધરીની ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઇ છે અને વાઇસ ચેરમેન પદે અમરતભાઇ પટેલની વરણી કરાઇ છે.

 

 

જમીન વિકાસ બેંકમાં ત્રણ તાલુકાના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવતાં તેમના સમર્થકો દ્વારા ફૂલહાર અને મોં મીઠું કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચેરમેન ભીખાભાઇ ચૌધરીએ ખેડૂતોને આ બેંક દ્વારા બનતી તમામ મદદ કરવા અને ખેડૂતોના હીત માટેનું કામ કરવાની ખાત્રી આપી હતી.

 

 

From-Banaskantha update

 

 

 


Share