ડીસામાં 50 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટીકની ઝભલા થેલીઓનું ધૂમ વેચાણ

Share

ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં પ્લાસ્ટીકના ઝભલા થેલીઓનું વેચાણ કરતાં વેપારીઓની અનેક દુકાનો આવેલ છે. પરંતુ આ વેપારીઓ નિયમોને નેવે મૂકી બિન્દાસ હલકી ગુણવત્તાવાળી થેલીઓનું વેચાણ કરી રહ્યા છે. 50 માઈક્રોનથી ઓછી વજનવાળી થેલીઓના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

[google_ad]

તેમ છતાં પણ ગાંધીચોકમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. આ થેલીઓનું ખાસ કરીને શાકભાજી અને ખાણી-પીણીની લારીઓ વાળા કરતા હોય છે. અને બાદમાં લોકો આ થેલીઓને કચરામાં નાખે છે અને તેને રખડતી ગાયો ખાય છે. જેના લીધે અત્યાર સુધીમાં અનેક ગાયોના મોત થયા છે. તેમ છતાં પણ તંત્ર આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે.

[google_ad]

 

રાજ્ય સરકાર દ્વારા 50 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટીકના ઝભલા થેલીઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ વેપારીઓ સરકારના પ્રતિબંધના નિયમના સરેઆમ લીરે લીરા ઉડાવી ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની દુકાન ઉપર 50 માઈક્રોનથી ઓછી હલકી ગુણવત્તાવાળી ઝબલા થેલીઓનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.

[google_ad]

 

આ હલકી ગુણવત્તાવાળી ઝભલા થેલીઓ રખડતી ગાયો માટે મોતનું કારણ બની રહી છે. આ હલકી ગુણવત્તાવાળી થેલીઓનો ઉપયોગ ખાસ કરીને નાસ્તા ખાણી-પીણીની લારીઓ તેમજ શાકભાજીની લારીવાળા કરતા હોય છે. અને બાદમાં લોકો આજ થેલીઓને કચરામાં ફેંકી દેતા હોય છે.

[google_ad]

 

જેથી રખડતી ગાયો ખાવાની લાલચમાં ઝભલા થેલી પણ ખાઈ જાય છે. જેના લીધે ગાયોના પેટની અંદર પ્લાસ્ટીકનો ભરાવો થવાથી ગાયોના મોત નિપજતા હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાવાળી થેલીઓનું વેચાણ કરતાં વેપારીઓ સામે તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે

 

From – Banaskantha Update


Share