ન ધણીયાતું ગામ: સમસ્યાઓનો પહાડ પણ સમાધાન ક્યાં..?

Share

ડીસાના રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક છેલ્લા 2 માસથી હાઇવે નં. 27ના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર મોટા-મોટા ખાડાઓ પડ્યા છે. જેમાં ખાડાઓમાં ગટરનું ગંદુ પાણી ભરાતાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ ખાડામાં ખાબકતાં નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છવાતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

[google_ad]

 

ડીસાના રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક છેલ્લા બે માસથી હાઇવે નં. 27ના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર ખાડાઓ પડવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેમાં ખાડાઓમાં ગટરમાંથી ઉભરાઇ બહાર આવતું ગંદુ પાણી રેલાતાં ઠેર-ઠેર ખાડાઓમાં ભરાતાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ ખાડામાં ખાબકતાં નાની-મોટી ઇજાઓનો ભોગ બની રહ્યા છે.

[google_ad]

 

જ્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જોકે, માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ ખાડાઓની પૂરાણ કરવાની રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઇવે ઓથોરીટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર આંખે આડા કાન કરી હજુ સુધી કોઇ જ પૂરાણ કામ કર્યું નથી.

[google_ad]

 

છેલ્લા બે માસથી પડેલા ખાડાઓ પૂરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે. રોજબરોજ વહીવટી તંત્રની ગાડીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગાડીઓ પડેલા ખાડાઓમાંથી પસાર થાય છે. પરંતુ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ચૂપકીદી શા માટે તે એક મોટો પ્રશ્ર સતાવી રહ્યો છે.

[google_ad]

advt

પડેલા ખાડાઓ અને ગટરના ગંદા પાણીના ખાબોચીયાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ્‌ પોકારી ઉઠ્યા છે. દરેક વખતે વહીવટી તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ સભાઓમાં વિકાસની મોટી મોટી જ વાતો કરે છે હવે વિકાસ ખાડામાં પથરાઇ ગયો છે તેવા દૃશ્યો સર્જાયા છે. જ્યારે લાખો રૂપિયાની ટોલ ટેક્ષ વસૂલ કરતી નેશનલ હાઇવે ઓથોરીટીને ખાડાઓ પૂરવા અને ગટરોની સાફ-સફાઇ કરવામાં ક્યો ગ્રહ નડે છે તે પણ એક મોટો પ્રશ્ર લોકોમાં સતાવી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share