ઉત્તર ગુજરાતમાં ચોમાસાની વિદાયના સપ્તાહ બાદ ડેમોમાં ઓછા જળસંગ્રહના કારણે ઉનાળાના આરંભે જ પાણીની ખેંચ વર્તાશે

Share

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લીધાને એકાદ સપ્તાહ થઇ ગયું છે. છતાં 15માંથી 6 ડેમોમાં હજુ પાણીની આવક ચાલુ રહી છે. તા.16 ઓક્ટોબરની સ્થિતિએ ચાલુ વર્ષ કુલ ક્ષમતાના 36.81% જળસંગ્રહ થયું છે. જે ગત વર્ષે 81.85% જળસંગ્રહ થયું હતું. આમ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષ 45.04% ઓછું જળસંગ્રહ થયું છે. જોકે, 6 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ હોઇ જળ સંગ્રહમાં થોડો વધારો થઇ શકે છે.

[google_ad]

 

ઉત્તર ગુજરાતના ધરોઇ, દાંતીવાડા, લાંક, જવાનપુરા, મેશ્વો અને ગોરઠીયા ડેમમાં પાણીની આવક હજુ ચાલુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 જળાશયોની કુલ ક્ષમતાના 36.81% સાથે 71,019 કરોડ લિટર જળસંગ્રહ થયું છે. નિષ્ણાતના મતે, હજુ દસેક દિવસ 6 ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા હોઇ થોડું ઘણું જળસંગ્રહ વધી શકે છે.

[google_ad]

advt

 

બીજી બાજુ, ગત વર્ષે 81.85% સાથે 1,57,904 કરોડ લિટર જળસંગ્રહ થયું હતું. આ વર્ષે તા. 16 ઓક્ટોબરની સ્થિતિએ ગત વર્ષ કરતાં 86,885 કરોડ લિટર (45.04%) ઓછું જળસંગ્રહ થયું છે.

[google_ad]

 

 

 

15 જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ
જીલ્લો જળાશય 2020 2021 વધ-ઘટ
મહેસાણા 1 81157 37831 -43326
બનાસકાંઠા 3 29440 6682 -23258
સાબરકાંઠા 5 6862 3614 -3248
અરવલ્લી 6 40446 22892 -17554
કુલ 15 157904 71019 -86885
(નોંધ : તા. 16 ઓક્ટોબરની સ્થિતિએ જળસંગ્રહની સ્થિતિ કરોડ લિટરમાં)
છેલ્લા 2 વર્ષમાં 15 ડેમમાં ભરાયેલ પાણીની વિગત
જળાશય 2020 2021
ધરોઇ 99.81% 46.52%
મુક્તેશ્વર 54.25% 12.40%
દાંતીવાડા 67.71% 15.68%
સીપુ 6.70% 0.75%
વાત્રક 88.60% 50.94%
ગુહાઇ 50.34% 14.06%
માઝુમ 97.94% 73.29%
હાથમતી 100% 42.46%
લાંક 80.47% 38.49%
જવાનપુરા 100% 100%
હરણાવ-2 99.50% 64.76%
મેશ્વો 100% 74.10%
વૈડી 99.22% 96.70%
ખેડવા 76.16% 76.16%
ગોરઠીયા 99.61% 99.61%

 

15 પૈકી માત્ર 4 જળાશય એવા છે કે, જેમાં 76%થી વધુ જળસંગ્રહ, 3 જળાશયમાં 51% થી માંડી 75% સુધીનું જળસંગ્રહ થયું છે. જ્યારે 8 જળાશય એવા છે કે જેમાં 50%થી ઓછું જળસંગ્રહ થયું છે. ઓછા પાણીના આ જથ્થાથી શિયાળાની ઋતુ પૂરી થવા સુધીમાં 5 ડેમમાં વપરાશલાયક પાણીનો જથ્થો પૂરો થઇ જશે. ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની ખેંચ વર્તાશે.

[google_ad]

 

 

જીલ્લામાં સરેરાશ 22.40 ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. 22.64% વરસાદની ઘટ સાથે છેલ્લા 34 વર્ષમાં 12મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સૌથી ઓછો 5.56 ઇંચ વરસાદ 1987માં, જ્યારે સૌથી વધુ 56.84 ઇંચ વરસાદ 2006માં નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં 7 વ્યક્તિ અને 24 પશુનાં મોત થયાં છે. જેમાં 7 પૈકી 6 વ્યક્તિના મોત વીજળી પડતાં થયાં છે. વર્ષ 2020માં 7 પૈકી 2 માનવમૃત્યુ અને 25 પૈકી 19 પશુનાં મોત વીજળી પડવાથી થયા હતા. 10 વર્ષમાં સૌથી વધુ 12 માનવ મૃત્યુ 2013ના ચોમાસામાં, જ્યારે 2015ના ચોમાસામાં સૌથી વધુ 1200 પશુનાં મોત થયા હતા.

[google_ad]

 

34 વર્ષમાં સૌથી નબળાં 5 ચોમાસા​​​​​​​

વર્ષ

વરસાદ
1987 5.56 ઇંચ
2018 11.20 ઇંચ
2000 11.56 ઇંચ
2002 11.80 ઇંચ
1995 15.52 ઇંચ

 

From – Banaskantha Update


Share