ભીલડી પોલીસે અપહૃત સગીરા અને શખ્સને દશેલાથી ઝડપ્યા

Share

ભીલડી પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં અપહૃત સગીરા અને શખ્સને ભીલડી પોલીસના માણસોએ હ્યુમન સોર્શ અને ટેકનીકલ વિભાગ દિયોદરની મદદથી ખાનગી બાતમીના આધારે રવિવારે ગાંધીનગરના દશેલાથી ઝડપી પાડયા હતા. આ અંગે ભીલડી પોલીસે પોક્સો એક્ટ મુજબ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ભીલડી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ગુનાના કામે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન હ્યુમન સોર્શ અને ટેકનીકલ વિભાગ દિયોદરની મદદથી માહીતી મળતાં નાના કાપરાથી અપહરણ થયેલ સગીરા અને શખ્સ ગાંધીનગરના દશેલામાં છે.

[google_ad]

advt

 

જે બાતમીના આધારે ટીમ બનાવી તપાસ કરતાં અપહ્યત સગીરા અને દશરથજી અમરતજી ઠાકોર (રહે. નાના કાપરા, તા. લાખણી) વાળાને ગાંધીનગરના દશેલાથી ઝડપી પાડયા છે. આ અંગે ભીલડી પોલીસે શખ્સ સામે પોક્સો એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ શિહોરી પોલીસે હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share