ડીસાના દામામાં અજાણ્યા તસ્કરો ત્રાટકતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Share

ડીસા શહેર બાદ ગ્રામિણ વિસ્તારમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે દામા ગામમાં આવેલ ટાવર પાસે માઇક્રોવેર એન્ટીનાની તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. શહેર બાદ તસ્કરો ગ્રામિણ વિસ્તારમાં પણ ચોરીને અંજામ આપી રહ્યા છે. એક પછી એક તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

[google_ad]

advt

ત્યારે ડીસા તાલુકાના દામા ગામમાં આવેલ ટાવર પાસેથી માઇક્રોવેર એન્ટીના નંગ 1 કિંમત રૂ. 2,50,000 કિંમતનું તા.11/10/2021 ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતાં આજ દિન સુધી આજુબાજુ તપાસ કરતાં કોઈ ભાળ ન મળતાં સુનિલભાઈ રામાભાઈ ગઢવીએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share