ગોજારા અકસ્માતમાં ડીસાના એક જ પરિવારના 4ના મોત : બાડમેરમાં ટ્રકે અડફેટે લેતા બોલેરોનો ભુક્કો થયી ગયો

Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના સુથાર પરિવારના સભ્યો રાજસ્થાન બાડમેર જિલ્લામાં આવેલ જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના સિણદરી પાસે અકસ્માત થતા ટ્રક અને બોલેરો સામસામે જોરદાર ટકરાતા પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે.

[google_ad]

રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી નજીક આવેલા ભુકા ગામ પાસે ભગતસિંહ મેગા હાઇવે પર બપોરે બોલેરો જીપ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં બોલેરો કારનો સંપૂર્ણ ભુક્કો બોલી ગયો હતો. જ્યારે અકસ્માતથી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ પણ ધરાશાયી થયું હતું બોલેરો કારમાં સવાર બનાસકાંઠા જિલ્લાના સુથાર પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા.

[google_ad]

સીણધરી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી પાંચ લોકો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. સીણધરી પોલીસ અધિકારી બલદેવરામના જણાવ્યા મુજબ ડીસાના લક્ષ્મીપુરા ગામનો સુથાર પરિવાર જસોલ માજીસા મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે ભગતસિંહ મેગા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે ઘાયલોને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તેમજ ડીસા ખાતે સારવાર અર્થે લઈ જવાયા છે.

[google_ad]


અકસ્માતમાં મોતને ભેંટેલા લોકોના નામ:-

ગોમતીબેન ચેનાભાઈ સુથાર, રહેવાસી લવાણા, ડીસા
ચેનાભાઈ કાનજીભાઈ સુથાર, રહેવાસી લવાણા, ડીસા
ભાવનાબેન કપૂરજી સુથાર, રહેવાસી લક્ષ્મીપુરા, ડીસા
કાનાભાઈ બદાજી​​​​​​​ સુથાર

 

[google_ad]

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના નામ

​​​​​​​દેવારામ ઉર્ફે દેવાજી અજાજી, રહેવાસી લક્ષ્મીપુરા, ડીસા
કપૂરભાઈ અજયભાઈ, રહેવાસી લક્ષ્મીપુરા, ડીસા
ભરતભાઈ ચમનાજી સુથાર, રહેવાસી રામપુરા, ડીસા
મોહન ચેનાભાઈ, રહેવાસી લવાણા, ડીસા
હિના ઉર્ફે હિમાંશી કપૂરજી, રહેવાસી લક્ષ્મીપુરા, ડીસા

 

 

From – Banaskantha Update


Share