ગુજરાતીઓ ફસાયા ઉત્તરાખંડના મેઘ તાંડવમાં : રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

Share

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહીને કારણે આગળ વધવું મુશ્કેલ

[google_ad]

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુંઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળું સલામત છે. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પ લાઈન શરૂ કરી છે. 079-23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુંઓની વિગત મેળવી શકાશે.

 

[google_ad]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 079-23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

[google_ad]

અમદાવાદના મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવાનો વખત આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે.

 

[google_ad]

જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું હતું કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક જ યાત્રા થઈ છે.

રાજકોટના 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા છે

[google_ad]

રાજકોટના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રોફેસર સહિતના 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા છે. યાત્રાળુઓ વાતચીતમાં જણાવ્યું કે, અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે. રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુએ યાત્રીઓ સાથે સંપર્ક કર્યો હતો.

 

From – Banaskantha Update


Share